Site icon

રાજ્યના ૪૦ ટકા વિદ્યાર્થીઓનો CETની પરીક્ષાઆપવાનો ઇનકાર; ૨૬ ટકા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં, સર્વેમાં સામે આવ્યો વિદ્યાર્થીઓનો મત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

રાજ્યમાં હાલ CET મુદ્દે ઊહાપોહ છે. હવે આ ચર્ચા માત્ર પરીક્ષા સુધી સીમિત ન રહેતાં શૈક્ષણિક ડિબેટનો વિષય બની ગઈ છે. તાજેતરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે રાજ્યના ૪૦% વિદ્યાર્થીઓ CETની પરીક્ષા આપવા ઇચ્છતા નથી. બીજી બાજુ, ૨૬% વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા, ન આપવાની અસમંજસમાં છે. સર્વેના આંકડા મુજબ ૧,૮૦૦માંથી માત્ર ૫૮૮ વિદ્યાર્થીઓ જ CETની પરીક્ષાઆપવા માગે છે.

સર્વેમાં ૧૧% વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ CETની પરીક્ષાઆપવા માટે વિશેષ ક્લાસમાં પણ જોડાયા છે, તો ૩૦% વિદ્યાર્થીઓ પોતાના વતનમાં છે, જેમણે CETની પરીક્ષાઆપવા માટે ફરી આવવું પડશે. હાલ CETના પૉર્શનનો મુદ્દો હાઈકોર્ટમાં છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે આ પરીક્ષા SSCના અભ્યાસક્રમ પ્રમાણે લેવાશે, પરંતુ બીજા બોર્ડના વિદ્યાર્થીઓનું શું થશે, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે.

એક વાલીએ આ સર્વેમાં જણાવ્યું હતું કે બીજા બોર્ડના વિદ્યાર્થીઓ SSCનો અભ્યાસક્રમ એક મહિનામાં ભણે એવી બોર્ડની અપેક્ષા સદંતર ખોટી છે.ઉપરાંત ઑફલાઇન પરીક્ષા લેવી કેટલી સુરક્ષિત છે એ પ્રશ્ન પણ વાલીઓને ખૂબ જ સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અન્ય બોર્ડના કોઈ વિદ્યાર્થીએ અમુક વિષય વિકલ્પમાં છોડી દીધા હોય તેવા વિદ્યાર્થીઓનું શું? એવો પ્રશ્ન પણ એક વિદ્યાર્થીએ કર્યો હતો. એક ખૂબ જ મોટો પ્રશ્ન હજી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે કે જો CETમાં બોર્ડ કરતાંઓછા ગુણ આવે તો કયા ગુણને આધારે ઍડ્મિશન આપવામાં આવશે? આ સંદર્ભે હજી બોર્ડે સ્પષ્ટતા કરી નથી.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version