ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના વધતા જોખમ વચ્ચે મહારાષ્ટ્રની સ્કૂલ અને કોલેજોને બંધ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જ મુંબઈ સહિત રાજ્યની સ્કૂલો ફરી ચાલુ કરવામાં આવી હતી. હવે સરકારે પહેલી ફેબ્રુઆરીથી કોલેજ પણ ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના અને ઓમીક્રોનના કેસને પગલે ઓફલાઈન કોલેજ અને સ્કૂલ 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે ઓનલાઈન સ્કૂલ અને કોલેજ ચાલુ હતા. કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ સરકારે 24 જાન્યુઆરીના સ્કૂલો ચાલુ કરી હતી.
કોલેજ બાબતે કોઈ નિર્ણય નહીં લેતા સરકારની ટીકા થઈ રહી હતી. છેવટે સરકારે પહેલી ફેબ્રુઆરીથી રાજયની તમામ કોલેજ ઓફલાઈન ચાલુ કરવાની જાહેરાત કરી છે.
