Site icon News Continuous Bureau | Mumbai

ikhedut portal: આજે રાષ્ટ્રીય કિસાન દિવસ, ખેડૂતો સુધી સરકારની યોજના પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત; આટલા લાખથી વધુ ખેડૂતોએ લીધો લાભ..

ikhedut portal: આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે. આ દિવસ ખેડૂત અને ખેતીની સિદ્ધિઓને બિરદાવવાનો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. આ કૃષિ-ગાથાને સમજવા મળીએ ખેડૂતોને અને જાણીએ કેવી રીતે તે કરી રહ્યા છે રાજ્ય સરકારની સહાયથી કૃષિ-ક્રાંતિ

Today is National Farmers' Day, i-Kheedut portal is operational to ensure that government schemes reach farmers

Today is National Farmers' Day, i-Kheedut portal is operational to ensure that government schemes reach farmers

News Continuous Bureau | Mumbai

ikhedut portal: ગુજરાત સરકારે સમયની સાથે તાલ મિલાવી કૃષિ ક્ષેત્રે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. ખેડૂતો માટે પાક ઉત્પાદન જેટલો જ મહત્વનો પ્રશ્ન હતો પાક- સંગ્રહનો. આ પાક-સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલી છે. જે ખેડૂતોને માટે ભારે પ્રોત્સાહક છે.

Join Our WhatsApp Channel

ખેડૂતો સુધી રાજ્ય સરકારની યોજના પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત છે. જેના દ્વારા ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવે છે. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ ચૂક્યા છે.
કૃષિ પેદાશના વાજબી ભાવ એ વર્ષોથી ખેડૂતો માટે સમસ્યા રહી છે. આ સમસ્યાના ઉકેલરૂપે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત-પેદાશ ખરીદે છે અને તે પણ પારદર્શક ઢબે. પારદર્શકતા માટે ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવે છે અને પોતાનો માલ ટેકાના ભાવે વેચે છે.

આ સમાચાર પણ વાંચો  : Western Railway Special Train : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન
ગુજરાતે સિંચાઈમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનિકના કારણે એક સમયે પાણીની સમસ્યાથી પ્રભાવિત ઉત્તર ગુજરાત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ પામ્યું છે.

આમ, ગુજરાત સરકારે ધરતીપુત્રની જમીન અને જળની ચિંતા તો કરી, સાથે સાથે કૃષિ-પેદાશની ગુણવત્તા જળવાય અને તેનો સારો ભાવ મળે તે માટે પણ ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version