Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા

Maharashtra Petrol Diesel Shortage 2026| લાતૂરમાં વાહનોની લાંબી કતારો સોલાપુર ડેપો પર ટેન્કરો વેઈટિંગમાં, કલેક્ટરે પંપ સંચાલકોને સ્ટોક હોવા છતાં વેચાણ બંધ ન કરવા આપી કડક ચેતવણી.

Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા

Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Maharashtra Petrol Diesel Shortage 2026| મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. સોમવારથી જ જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જથ્થાબંધ સપ્લાયરો દ્વારા સ્થાનિક પંપ સંચાલકોને ઈંધણનો પુરવઠો પૂરો પાડવામાં વિલંબ થતા આ સ્થિતિ ઉભી થઈ છે. અનેક જગ્યાએ ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો છે અને ‘પેનિક બાઈંગ’ (ગભરાટમાં ખરીદી) વધી ગઈ છે.

સોલાપુર ડેપોમાં ટેન્કરો અટવાયા, સપ્લાયમાં વિલંબ

પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, ઈંધણનો મુખ્ય ડેપો સોલાપુરમાં આવેલો છે. લાતૂરથી ગયેલા ટેન્કરો ત્યાં ઈંધણ ભરવા માટે કતારમાં ઉભા છે, પરંતુ આરોપ છે કે ટેન્કર ડ્રાઈવરોને સપ્લાયર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ વિલંબને કારણે જિલ્લાના પંપો પર ઈંધણનો જથ્થો ખતમ થઈ રહ્યો છે. જે પંપો ખુલ્લા છે ત્યાં મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

પંપ સંચાલકોની મનમાની પર કલેક્ટરની લાલ આંખ

આ કટોકટી વચ્ચે એવી પણ ફરિયાદો ઉઠી છે કે કેટલાક પંપ સંચાલકો પાસે પૂરતો સ્ટોક હોવા છતાં તેઓ વધુ નફાની લાલચે અથવા કૃત્રિમ અછત ઉભી કરવા માટે વેચાણ બંધ રાખી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને કાર્યવાહક જિલ્લા કલેક્ટર રાહુલ કુમાર મીણાએ કડક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો પંપ પાસે સ્ટોક હશે તો તે કોઈપણ સંજોગોમાં વેચાણ બંધ કરી શકશે નહીં.

તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો

જિલ્લા પ્રશાસને પંપ સંચાલકોને નિર્ધારિત સમય સુધી પંપ ખુલ્લા રાખવા અને ગ્રાહકોને ઈંધણ આપવાની ના ન પાડવા આદેશ આપ્યો છે. બિનજરૂરી પ્રતિબંધો લાદનારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હાલમાં સપ્લાય બહાલ કરવા માટે ઉચ્ચ સ્તરે વાટાઘાટો ચાલી રહી છે અને આગામી 24 થી 48 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા સેવાઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
MI vs LSG। મુંબઈ ઇન્ડિયન્સમાં નવો વળાંક! સૂર્યાની કેપ્ટન્સીમાં શાનદાર જીત અને રોહિતનો ધમાકેદાર ફોર્મ, ફેન્સમાં ચર્ચા શરૂ

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version