News Continuous Bureau | Mumbai
Gadar 2 : સની દેઓલની ‘ગદર 2‘ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. 22 વર્ષ પછી પણ સિનેમાઘરોમાં એવી જ ધૂમ જોવા મળી રહી છે જે ‘ગદરઃ એક પ્રેમ કથા’ની રિલીઝ વખતે જોવા મળી હતી. જો કે આ દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિને પ્રેક્ષકોએ ખરાબ રીતે માર માર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ગદર 2’ જોવા આવેલા આ વ્યક્તિએ થિયેટરમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ‘ના નારા લગાવ્યા હતા. આ જોઈને ત્યાં હાજર લોકો ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ માર માર્યો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
Allegedly someone shouted ‘#Pakistan #Zindabad’ in the theatre while watching #Gadar2 & this happened. #ChiefofArmyStaff #Balochistan #Rawalpindi #14August2023 #IndependenceDay #100xGems #CryptoX #AsiaCup #TigerNageswaraRao #India #paksitanileaks #ARMY pic.twitter.com/hFqsdTloML
— THE GOLDEN VIEW (@THEGOLDENVIEW88) August 14, 2023
લાસ્ટ શો દરમિયાન બોલાચાલી
મીડિયા રિપોર્ટ મુજબ, 11 ઓગસ્ટના રોજ ગદર 2 રિલીઝના દિવસે, પ્રસાદ ટોકીઝના ચાર શો હતા, અને તે બધા હાઉસફુલ ચાલી રહ્યા હતા. પ્રસાદ ટોકીઝમાં રાત્રે 11 વાગ્યે લાસ્ટ શો દરમિયાન બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Senior Citizens FD: આ ચાર બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો, જાણો કયામાં વધુ નફો…
વ્યક્તિએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા?
કહેવામાં આવી રહ્યું છે કે, ચાલુ ફિલ્મ દરમિયાન તે યુવકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા અને તે બાદ લોકો એટલા ગુસ્સે થઈ ગયા કે તે યુવકને બરોબર ધુલાઈ કરી દીધી. ગદર 2ને લઈને ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે લોકો ફિલ્મ નિહાળવા માટે થિયેટરોમાં પડાપડી કરી રહ્યા છે ત્યારે અહીં જે થિયેટરમાં બન્યુ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
‘ગદર 2’નો ક્રેઝ, અત્યાર સુધીનું કલેક્શન
‘ગદર 2’ના ક્રેઝની વાત કરીએ તો લોકો આ ફિલ્મના દિવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ટ્રેક્ટર લઈને પણ ફિલ્મ જોવા આવ્યા હતા. કેટલાક સ્થળોએ, લોકો થિયેટરની અંદર નાચતા, ગાતા અને સીટી વગાડતા જોવા મળ્યા હતા. 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ‘ગદર 2’ એ તેના શરૂઆતના દિવસે 40.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને ત્રીજા દિવસે 51.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 134.88 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘ગદર 2’માં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ઉપરાંત લવ સિન્હા, મનીષ વાધવા અને ગૌરવ ચોપરા જોવા મળ્યા હતા.
