Site icon News Continuous Bureau | Mumbai

Express Train: ગાંધીધામ-વિશાખાપટ્ટનમ અને ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Express Train: દક્ષિણ મધ્ય રેલ્વેના કાઝીપેટ-બલ્લારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે, ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Gandhidham-Visakhapatnam and Okha-Puri weekly express trains will run on diverted routes

Gandhidham-Visakhapatnam and Okha-Puri weekly express trains will run on diverted routes

News Continuous Bureau | Mumbai  

Express Train: દક્ષિણ મધ્ય રેલ્વેના ( South Central Railway ) કાઝીપેટ-બલ્લારશાહ સેક્શનમાં (  Kazipet-Balharshah section ) નોન-ઇન્ટરલોકિંગ ( Non-interlocking ) કામના કારણે, ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ( Gandhidham-Visakhapatnam Express ) અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ( Okha-Puri Express Trains ) ડાયવર્ટ ( divert ) કરાયેલા રૂટ પર દોડશે આ ટ્રેનોની ( trains ) વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel
  1. 07 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન વર્ધા-ચંદ્રપુર-બલ્લારશાહ-સિરપુરકાગઝનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી- સામલકોટ -દુવવાડા સ્ટેશનો પર નહીં જાય.
  2. 04 અને 11 જાન્યુઆરી 2024ના રોજ વિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ-સુરત ને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા વિજયનગરમ -રાયગઢ- ટીટીલાગઢ -રાયપુર-નાગપુરના રસ્તે ચાલશે. આ ટ્રેન દુવવાડા-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-ખમ્મમ-વારંગલ-રામગુંડમ-સિરપુર કાગઝનગર- બલ્લારશાહ-ચંદ્રપુર-વર્ધા સ્ટેશનો પર નહીં જાય.
  3. 03 અને 10 જાન્યુઆરી 2024ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત-બડનેરા-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ-ખુર્દા રોડને બદલે બદલાયેલ રૂટ નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર- બલ્લારશાહ-સિરપુરકાગઝનગર-મંચિર્યાલ-રામગુંડમ-વારંગલ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી-સામલકોટ-અનાકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર નહીં જાય.
  4. 07 જાન્યુઆરી 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહ-બડનેરા સુરત ના બદલે બદલાયેલા રૂટ વિજયનગરમ-રાયગઢ-ટીટીલાગઢ-રાયપુર-નાગપુર રસ્તે ચાલશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ- અનાકાપલ્લી-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુર કાગઝનગર-બલ્લારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો :  Geeta Jayanti : પોઇસર જિમખાના દ્વારા ઉત્તર મુંબઈમાં ભવ્ય ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version