ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ 44 બેઠકનું પરિણામ આવી ગયું છે.
41 પર ભાજપની જીત થઈ છે, જ્યારે બે બેઠક પર કોંગ્રેસ અને એક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે.
આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઊભા રાખતાં ત્રિપાંખિયો જંગ હતો.
જોકે, ભાજપે સરળતાથી મહાનગરપાલિકામાં ભગવો લહેરાવી દીધો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ગઈ વખતે ભાજપ પાસે 17 અને કૉંગ્રેસ પાસે 15 બેઠક હતી.
નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 બાદ બહુમતી મેળવી છે.