મહારાષ્ટ્રના પુણે, ચિપલૂણ અને મહાડમાં આવેલ મહાપૂરના સંકટનો ફટકો ગણેશોત્સવ પર પણ પડશે.
સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મૂર્તિ મોટા પ્રમાણમાં તૈયાર થઈ નથી. જે તૈયાર હતી, તેમને મહાપુરને કારણે નુકસાન થયું છે.
પરિણામે મુંબઈની ગણેશમૂર્તિઓની કિંમતો કુલ 40 ટકા જેટલી વધી ગઈ છે.
સાથે જ ઇંધણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લોકડાઉન અને કોરોનાના કારણે કારીગરો મુંબઈમાં કામ કરવા તૈયાર નથી. આથી કારીગરોને અધિક વળતર આપવું પડે છે.
આ તમામ પરિસ્થિતિને કારણે સાર્વજનિક મંડળોની મૂર્તિની કિંમતોમાં વધારો કરાયો છે.
