News Continuous Bureau | Mumbai
Ganeshotsav 2025:
મહાનગર મુંબઇમાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે શરૂ થયેલી તૈયારીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર તૈયાર છે, અને ઉત્સવ દરમિયાન ખાડા કરનારા મંડળને ૧૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની મહાપાલિકાએ કરેલી જોગવાઇ સંદર્ભે યોગ્ય અને વ્યાજબી ઉકેલ લાવવાના પ્રયાસ કરવાની મંત્રી મંગલપ્રભાત લોઢાઐ આજે ખાતરી આપી હતી. દક્ષિણ મુંબઇનાં સી વોર્ડ ખાતે યોજાયેલા જનતા દરબારમાં આ મુદ્દો ચર્ચાયો હતો. આ જનતા દરબારમા આવેલી કુલ ૩૧૮ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું
લોકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ જનતા દરબારનું આયોજન કરી રહ્યા છીએ. મુંબઈમાં આયોજિત આ પાંચમો જનતા દરબાર હતો અને તેને મળેલો પ્રતિસાદ નોંધપાત્ર હતો, એમ આ પ્રસંગે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.
મહા પાલિકાનાં નવા નિયમો અનુસાર, જો ગણેશ ઉત્સવ મંડળો મંડપ માટે ખાડો ખોદે છે, તો મુંબઈ મહાનગરપાલિકાએ ૧૫,૦૦૦ રૂપિયા દંડ ફટકારવાની જોગવાઇ છે. જનતા દરબારમાં આ નિર્ણય પર નારાજગીની નોંધ મંત્રી લોઢાએ લીધી અને જણાવ્યું હતું કે ગણેશોત્સવ આપણા બધા માટે ખૂબ જ ખુશી અને મહત્વપૂર્ણ તહેવાર છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાદવામાં આવેલા દંડ અંગે ગણેશ મંડળોની લાગણીઓને અમે સમજીએ છીએ. અમે ટૂંક સમયમાં કમિશનરને મળીશું અને આ સંદર્ભમાં યોગ્ય ઉકેલ શોધીશું,” તેમણે કહ્યું.
આ સમાચાર પણ વાંચો : India Trump Tariff: ભારત-અમેરિકન વ્યવસાય પર 25% ટેરિફની જાહેરાત કરવાનું કારણ શું છે કે માત્ર એક ગુસ્સો, જાણો શું છે આખો મામલો?
મંત્રી લોઢાએ ઉપસ્થિત અધિકારીઓને એમ પણ કહ્યું કે સી વોર્ડમાં ખાડા ભરવાનું કામ આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવે. નાગરિકોની ફરિયાદોમાં મુખ્યત્વે પુનર્વિકાસ, રસ્તાઓ, ડ્રેનેજ, રેશનકાર્ડ, પાણી પુરવઠા અને ગણેશ ઉત્સવ સંબંધિત પરવાનગીના મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સંવાદ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે, અને તેમણે આ પહેલ દ્વારા “સરકાર સીધા લોકોના ઘરઆંગણે” ના અભિગમ પર પ્રકાશ પાડ્યો છે.