Site icon

મુંબઈ સહિત રાજ્યમાં ગણેશોત્સવ ઉજવાશે પરંતુ શોભાયાત્રા નહીં નીકળે – ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 જુન 2020

સાચું છે કે આ વર્ષે ગણેશોત્સવ રાબેતા મુજબ ધામધૂમથી નહીં ઉજવાય . કોરોનાને કારણે ભીડ ભેગી ના થાય એનું ધ્યાન રાખવાનું હોવાથી ગણપતિ ના સ્થાપના દિને કે વિસર્જનમાં શોભાયાત્રા કાઢવા પાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આ વર્ષે તહેવાર ખૂબ જ સરળ અને સાદી રીતે જ ઉજવાશે. કોરોનાનો વ્યાપ વધ્યો હોવાથી કોઈ જાતની મંજૂરી આપવામાં આવશે નહીં.. આગામી ગણેશોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે મંત્રાલય ખાતે એક બેઠક મળી હતી. તે સમયે તે ઉદ્ધવ ઠાકરેએ આ વાત કરી હતી.

આ બેઠકમાં ગૃહમંત્રી, મુંબઇના મેયર, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુંબઇ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, બૃહદમુંબઇ જાહેર ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ, રાજ્યભરના ગણેશ મંડળના પ્રતિનિધિઓ, શિલ્પકારો મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા . 

જેમાં ગણેશ મંડળો દ્વારા સામાજિક જાગૃતિ કેવી રીતે લાવવી અને આ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી તે વિશે વિચારણા કરી આ માટે સૌને સહયોગ આપવા અપીલ કરી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપવા બદલ તમામ ગણેશ મંડળોનો આભાર માન્યો છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version