ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સાથે સંકળાયેલા રિકવરી કેસમાં મોટો ખુલાસો થયો છે.
CIDની તપાસમાં એવું બહાર આવ્યું છે કે પરમબીર સિંહના નજીકના ગણાતા સંજય પુનમિયાએ બિઝનેસમેન શ્યામ સુંદર અગ્રવાલને ફસાવવા માટે ખાસ સોફ્ટવેરની મદદ લેવાઈ હતી.
બિઝનેસમેનને કરવામાં આવેલો કોલ છોટા શકીલનો નહોતો પરંતુ એક સોફ્ટવેરની મદદથી તેનો અવાજ કાઢવામાં આવ્યો હતો.
આ વાતની કોઈને જાણ ન થાય તેની કાળજી લેવા પુનમિયાએ સાયબર નિષ્ણાતોની મદદ લીધી હતી.
હાલ આ મામલો CIDને સોંપવામાં આવ્યો છે. જેમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલાની યોગ્ય તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી.