Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, શૂટઆઉટમાં મોસ્ટ વૉન્ટેડ આરોપી સહિત 3નાં મોત; જુઓ શૂટઆઉટનો વીડિયો

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની રોહિણી કોર્ટમાં ગૅન્ગવૉર થયું. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વૉન્ટેડ ગૅન્ગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. દિલ્હી કોર્ટમાં બનેલા આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાંથી એક મોસ્ટ વૉન્ટેડ આરોપી જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જોકે આ બંને હુમલાખોર જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બંને હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા. જેમણે ગૅન્ગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી. સ્પેશિયલ સેલની ટીમ જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હીના ટિલ્લુ ગૅન્ગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોરો ઠાર થયા છે એમાં એક  પર 50 હજારનું ઇનામ છે, જ્યારે એક બીજો બદમાશ છે.

Join Our WhatsApp Channel

ગત મોડી સાંજે મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના : ઈમારતની આગમાં એક મહિલાનું મૃત્યુ. જુઓ વિડિયો જાણો વિગત

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version