ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ ઑક્ટોબર, ૨૦૨૧
શનિવાર
કાંજુરર્માગ અને ભાંડુપમાં આવેલા પ્લૉટ પર મહારાષ્ટ્ર સરકાર મુંબઈ મેટ્રો લાઇન માટે કાર ડેપો બનાવવા માગે છે, એ પ્લૉટમાં ૫૦૦ એકર જગ્યા પર ગારોડિયા પરિવારે માલિકીનો દાવો કર્યો છે. આ જમીન પર તેઓ અન્ય બિલ્ડર સાથે પરવડી શકે એવાં ઘર બનાવવાના હોવાનું તેમણે સરકારને કહ્યું છે.
રાઈટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ બહાર આવેલી માહિતી મુજબ મહેશકુમાર ગારોડિયાએ પોતે આ જમીન લીઝ પર લીધી હોવાનો દાવો કર્યો છે. આ જમીન મીઠાના આગાર માટેની છે અને એ કેન્દ્ર સરકારની માલિકીની છે. ગારોડિયાએ આ જમીનના અમુક ટુકડા પર મેટ્રો લાઇન ૩ અને ૬ માટે કાર શેડ બનાવવા સામે વિરોધ કર્યો છે. ગારોડિયાએ કરેલા દાવા મુજબ અન્ય બિલ્ડર સાથે મળીને તેઓ અહીં એફોર્ડેબલ ઘર બનાવવાના છે. તેમના પ્રસ્તાવ પર રાજ્ય સરકારનું રેવેન્યુ ખાતું અભ્યાસ પણ કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના આ શહેરમાં કરવામાં આવ્યું ઐતિહાસિક શસ્ત્રોનું પ્રદર્શન; જાણો વિગત
ગારોડિયાનો આ પત્ર ૩ ડિસેમ્બર, ૨૦૨૦નો છે, જેમાં તેમણે ૫૦૦ એકર પ્લૉટ અનેક દાયકાથી તેમની પાસે હેાવાનો દાવો કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે આરે કૉલોનીમાં મેટ્રો કાર શેડ માટે ૨,૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢ્યા બાદ અહીં કારશેડ બનાવવાનું માંડી વાળવામાં આવ્યું હતું. હજી સુધી રાજ્ય સરકાર કાર શેડ માટે વૈકિલ્પક જગ્યા શોધી શકી નથી, એને કારણે મેટ્રો કારશેડનું કામ અટવાઈ પડ્યું છે.
