ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
બિઝનેસમેન ગૌતમ અદાણીએ ગુરુવારે મુંબઈમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે.
મુલાકાત દરમિયાન મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટમાં સામેલ થવાની જાણકારી આપી.
બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.
એટલે મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત આ રોકાણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રવાસે આવેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી બિઝનેસ સમિટને લઈ સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
બિનભાજપી રાજ્યોને વેકિસન આપવામાં કેન્દ્ર સરકાર પક્ષપાત કરતી હોવાનો આ મંત્રીએ કર્યો આરોપ.
