Site icon

CBSEએ નમતું જોખ્યું! ધોરણ 10 અંગ્રેજીના પેપરમાંથી આ વિવાદાસ્પદ પ્રશ્ન દૂર, વિધાર્થીઓને પ્રશ્નના પૂરા માર્ક્સ મળશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

સોમવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ 10મા ધોરણના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાંથી વિવાદાસ્પદ પ્રશ્ન દૂર કર્યો છે.

આ અંગે CBSE બોર્ડે જણાવ્યું છે કે આ પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્કસ આપવામાં આવશે. 

આ સંદર્ભમાં બોર્ડે તેની વેબસાઇટ cbse.gov.in પર નોટિસ જાહેર કરી છે. 

CBSE એ તેની નોટિસમાં કહ્યું છે કે ‘ધોરણ 10 ની ટર્મ 1 પરીક્ષા 2021 ના ​​અંગ્રેજી ભાષા અને સાહિત્યના પ્રશ્નપત્રના પેસેજનો સેટ બોર્ડની માર્ગદર્શિકા મુજબ નથી. 

આ અંગે મળેલા ફીડબેકના આધારે બોર્ડે આ બાબતને સમીક્ષા માટે વિષય નિષ્ણાતોને મોકલી હતી. તેમની ભલામણના આધારે, પેસેજ નંબર 1 અને તેને લગતા પ્રશ્નોને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ઉલ્લેખનીય છે કે, CBSE ધોરણ 10ના ટર્મ 1ના અંગ્રેજી પ્રશ્નપત્રના એક ફકરામાં લિંગ-આધારિત રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભાના ઝીરો અવરમાં આ પ્રશ્નને મહિલાઓ માટે અપમાનજનક ગણાવ્યો હતો. આ માટે CBSE પાસેથી માફી માગવાની પણ માગ કરી છે.

વડાપ્રધાન મોદીએ કર્યું કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, કહ્યું- કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે…

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version