News Continuous Bureau | Mumbai
Maharashtra: રોજગાર માટે વિદેશ જવા ઇચ્છતા મહારાષ્ટ્રનાં યુવાનોને વિદેશી ભાષાઓની ( foreign languages ) તાલિમ આપવા માટે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયે સ્થાપેલી સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની હવે કાર્યરત થઇ છે અને મુંબઇમાં વિદ્યાવિહાર ખાતે જર્મન ભાષા શીખવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચની તાલીમનો પ્રારંભ થયો હતો. આગામી મહિનામાં આ સ્થળે જાપાની ભાષાની તાલીમ પણ શરૂ કરવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિનીએ મહારાષ્ટ્ર કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી દ્વારા અને મંત્રી મંગલ પ્રભાત લોઢાની પ્રેરણાથી વિદ્યાર્થીઓને વિદેશી ભાષાની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના ( Mangal Prabhat Lodha ) પ્રયાસો દ્વારા વિદ્યા વિહાર ( Vidyavihar ) ખાતે ગત ૭ મી માર્ચ ૨૦૨૪ ના રોજ સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની સ્થાપના કરવામાં આવી હતી. યુવાનોને જરૂરી ભાષા કૌશલ્ય અને વિદેશમાં ઉપલબ્ધ રોજગારી મળી રહે તે માટે આ પ્રબોધિની માં જાપાનીઝ ( Japanese language ) , હીબ્રુ, જર્મન ( German language ) અને ફ્રેંચ એમ ચાર ભાષાની આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024 : 10 રાજ્યો, 96 બેઠકો… ચોથા તબક્કા માટે આજે થશે મતદાન, આ નેતાઓનું ભવિષ્ય દાવ પર..
સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રબોધિનીમાં જર્મન ભાષાની તાલીમ ( training ) ખૂબ જ યોગ્ય સમયે શરૂ થઈ છે, હાલમાં જર્મનીમાં કુશળ માનવબળ માટે સાત લાખ નોકરીઓ ઉપલબ્ધ છે. જર્મનીને ૨૦૩૫ સુધીમાં ૭૦ લાખ કુશળ માનવબળની જરૂર પડશે. જાપાનને પણ કુશળ માનવબળની અત્યંત જરૂર છે. આ વિદેશી ભાષા પ્રશિક્ષણ વિભાગ દ્વારા જર્મની, જાપાન અથવા અન્ય દેશોમાં કુશળ માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે.
વ્યાપક અભ્યાસક્રમ દ્વારા, A1 એટલે કે ખૂબ જ મૂળભૂત સ્તરથી માંડીને C2 એટલે કે જર્મન ભાષામાં નિપુણતા સુધીનું શિક્ષણ આપવામાં આવશે. તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ આપવા માટે સક્ષમ શિક્ષકો પણ ઉપલબ્ધ રહેશે.
હોસ્પિટાલિટી સેક્ટર, હોમ કેર સહિત બિઝનેસ સેક્ટરમાં વિદેશમાં રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ છે. તમામ જરૂરી તાલીમ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની અને મહારાષ્ટ્ર કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેવી જ રીતે, સ્વામી વિવેકાનંદ કૌશલ્ય વિકાસ પ્રબોધિની મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ સાથે પણ સંકળાયેલી છે, તેના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો, રહેઠાણ, આવશ્યક તાલીમ, ઇન્ટરવ્યુ તાલીમ, કાઉન્સેલિંગ વગેરે પ્રદાન કરવામાં આવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
