ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
ઉત્તર પ્રદેશના એક ત્રણ ફૂટ્યા ઠીંગુજી ના લગ્ન નથી થઈ રહ્યા, તેને લગ્નની એટલી તાલાવેલી છે કે પત્ની વિના તેને રાત્રે ઊંઘ નથી આવતી. સમસ્યા એ છે કે તેની ઊંચાઇ ઓછી હોવાને કારણે કોઈ કન્યા તેને વરમાળા પહેરાવતી નથી. છેલ્લા અનેક વર્ષો થી અનેક કન્યાઓ તરફથી ના સાંભળીને તેણે હવે પોલીસનો આશરો લીધો છે.
ઉત્તર પ્રદેશ ના શામલી પોલીસ સ્ટેશન માં અઝીમ ઠીંગુજી એ અજ્ઞાત તેમજ લગ્ન માટે ના પાડનાર છોકરીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાની રાવ મૂકી છે.
આવી વિચિત્ર ફરિયાદથી પોલીસખાતું પણ ચકરાવે ચઢી ગયું છે. કારણકે આ સંદર્ભે કઈ ધારા લગાડવી તેમજ કોની વિરુદ્ધ કેસ દર્જ કરવોતે પોલિસ ને પણ સમજાતું નથી. આ ફરિયાદને હાલ પૂરતી બાલિશ ગણાવીને પોલીસે યોગ્ય યુવતી મળતા લગ્ન કરાવી આપવાની ઠિંગુજી ને બાહેંધરી આપી છે.
