ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદના બાવરી ચૂંટણી જીતી ગયા છે. તેઓ સાલતોરા બેઠકથી વિજયી રહ્યા છે.
જોકે અત્યારે સોશિયલ મીડિયા પર તેમની સંપત્તિ વિશે ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી ની એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ તરીકે 6335 રૂપિયા દર્શાવ્યા છે. આ ઉપરાંત તેમની સંપત્તિ કુલ મળીને દસ લાખ રૂપિયાની છે જેમાં તેમની ઝૂંપડી, ત્રણ ગાય અને ત્રણ બકરી નો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવારની સંપત્તિ વિશે ભાજપના નેતા સુનિલ દેવધરએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી.
એ ભારતની જનતાનો જ વિજય છે જે ધનિકોને લોકશાહી વેંચતા નથી.
આવા ઉમેદવારોને ચૂંટવા ને કારણે ગરીબોની અવાજ વિધાનસભાના પટલ સુધી પહોંચે છે.
હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસમાં જમીન સાથે જોડાયેલી આ મહિલા કાર્યકર્તા કેવું કામ કરે છે.