Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રની યુવતીઓને આપવામાં આવશે સ્વરક્ષણની તાલીમ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ‘હર ધર દુર્ગા’ અભિયાન થશે શરૂ..

Har Ghar Durga Abhiyan: લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે શરૂ થશે 'હર ધર દુર્ગા' અભિયાન - કેબિનેટ મંત્રી લોઢા

Girls of Maharashtra will be given self defense training, Har Ghar Durga Abhiyan will be started by Lok Sabha Speaker Om Birla.

Girls of Maharashtra will be given self defense training, Har Ghar Durga Abhiyan will be started by Lok Sabha Speaker Om Birla.

News Continuous Bureau | Mumbai 

Har Ghar Durga Abhiyan:  મહારાષ્ટ્રની યવતિઓને સ્વરક્ષણની તાલિમ આપીને તેમને અસામાજીક તત્વો સામે લડવા સક્ષમ બનાવવા માટેના હર ઘર દુર્ગા અભિયાનનો પ્રારંભ ૩૦ મી સપ્ટેમ્બરે લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં હસ્તે કરવામાં આવશે એમ આજે રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.  

Join Our WhatsApp Community

કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે “નવરાત્રિ એટલે કે દેવી શક્તિરૂપિણી દુર્ગાનો ઉત્સવ હવે થોડા જ દિવસો દૂર છે. જેમ દેવી દુર્ગા શક્તિનું પ્રતિક છે અને દુષ્ટ વૃત્તિઓનો નાશ કરે છે, તેમ અમે ‘હર ધર દુર્ગા’ અભિયાન શરૂ કરી રહ્યા છીએ હવે દરેક ધરમાં એક દુર્ગા હોવી જોઇએ. જેનાથી સમાજમાં રહેલા ગુનેગારોને પાઠ મળશે.

આ અભિયાન દ્વારા મહારાષ્ટ્રની સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં ( Maharashtra Industrial Organizations ) યુવતીઓને વિનામૂલ્યે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ માત્ર થોડા દિવસો પુરતી સીમિત નહીં રહે પરંતુ આ તાલીમ સમગ્ર વર્ષ દરમિયાન અઠવાડિયામાં બે થી ત્રણ વખત સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં એક કલાક માટે આપવામાં આવશે. સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય મહિલાઓ પણ આમાં ભાગ લઈ શકશે તેમ મંત્રી લોઢાએ જણાવ્યું હતું.

૩૦ સપ્ટેમ્બરે લોકસભા સ્પીકર ઓમ બિરલા ( Om Birla ) દ્વારા હર ઘર દુર્ગા અભિયાન શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ કુર્લા સ્થિત સરકારી ઔદ્યોગિક સંસ્થામાં આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હાજર રહેશે. આ ઉપરાંત ફિલ્મ કેરળ સ્ટોરીઝની પ્રખ્યાત અભિનેત્રી અદા શર્મા પણ આ અવસરે હાજર રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  Gujarati Sahitya Akademi : ડોંબીવલીમાં આજે ‘મરાઠી ગુજરાતી નાટ્ય આદાન પ્રદાન’ કાર્યક્રમનુ આયોજન, આ પ્રસિદ્ધ નાટકોનાં અંશ કરશે રજૂ..

આ અભિયાન દ્વારા તાલીમ આપવા માટે નિષ્ણાત માર્ગદર્શકોની નિમણૂક કરવામાં આવશે. કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાનો જણાવ્યું હતું કે સ્વરક્ષણ માટે અભ્યાસક્રમ અને સમયપત્રક હોવા જોઈએ કારણ કે અન્ય વિષયો માટે અભ્યાસક્રમ અને સમયપત્રક છે. તે મુજબ ‘હર ધર દુર્ગા અભિયાન’ માટે પણ સમય પત્રક બનાવીશું. નવરાત્રિ પર્વને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ ઉત્સવ મંડળોને ઉત્સવના ભાગરૂપે મહિલાઓ માટે સ્વરક્ષણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવાની સલાહ તેમણે આપી હતી. જે લોકો મુંબઇ, થાણે વિસ્તારમાં આવો કાર્યક્રમ કરવા ઇચ્છતા હોય તેમને ટ્રેનર આપવાની પણ તેમણે ખાતરી આપી હતી. આ મહિલાઓનો ઉત્સવ છે, અમે તેમને સશક્ત કરવા તૈયાર છીએ. આ સાથે મંત્રી લોઢાએ તમામ એનજીઓને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી છે.

આ ઉપરાંત સરકારે તાજેતરમાં રાજ્યમાં ૧૪ ITIsના નામકરણનો નિર્ણય કર્યો હતો. તદનુસાર, કુર્લા ( Kurla ) ખાતેની સરકારી ઔધોગિક સંસ્થાનું નામ બદલીને મહારાણા પ્રતાપ સરકારી ઔધોગિક સંસ્થા રાખવામાં આવશે. તેમજ એચ.પી કંપનીના સહયોગથી સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રબોધિનીમાં એક અત્યાધુનિક ડિજિટલ એક્સેલન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન પણ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version