Site icon News Continuous Bureau | Mumbai

૧૦મી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ અંતર્ગત ૧૪ મિનિટમાં જ ૧૪ હજાર કરોડના મૂડીરોકાણના MOU થયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

કોરોનાકાળમાં ૨૦૨૧માં ન યોજાઈ શકેલી ૧૦મી  ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ વચ્ચે યોજાશે. આ સમિટની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે.સી.બીના ઝ્રઈર્ં દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે ૬૫૦ કરોડના રોકાણ સાથે ૧૧૦૦ લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ ૨૦૨૨ સુધીમાં શરૂ કરવાનું આયોજન વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા તેમને પણ આમંત્રણ આપ્યું હતું. જ્યારે અર્બન કંપનીના ઝ્રઈર્ં અભિરાજ સિંહ ભાલે કહ્યું હતું કે અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન ઈન સર્વિસ પ્લેટફોર્મ છે. ગુજરાતમાં ૭૫૦ હોટલ સાથે સંકળાયેલા છે અને સાડાસાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે, એની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે. ઁૈં ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું હતું કે પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિઆધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાઈબ્રન્ટમાં જાેડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી દેશનાં ૫૦ શહેર અને ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ નવેમ્બરે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. ગાંધીનગરમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે સ્ર્ંેં થયા હતાં. આજે માત્ર ૧૪ મિનિટમાં ૧૪ હજાર કરોડના સ્ર્ંેં થયાં હતાં. જેમાં ૨૮ હજાર ૫૦૦ લોકોને રોજગારી આપવાની ખાતરી દર્શાવવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ સ્ર્ંેં શરૂ કર્યાં હતાં. જેમાં માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ સ્ર્ંેં કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર ૧૪ મિનિટમાં જ ૧૪ હજાર કરોડના સ્ર્ંેં થયા હતાં. ૪ મિનિટ મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર ૧૮ મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો. છેલ્લા બે સોમવારમાં કુલ ૩૮ હજારના સ્ર્ંેં કરવામાં આવ્યાં છે.જેમાં ૬૫ હજારથી વધુ લોકોને રોજગારી આપવાની તત્પરતા દર્શાવવામાં આવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના સ્ડ્ઢ કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા ૧૬ હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના સ્ડ્ઢ કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં ૨૦ હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Channel

 

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા રૂ .૮૩૧ કરોડ ખર્ચશે

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version