Site icon

ગોવામાં 2017 થી અડધાથી વધુ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો, પક્ષપલટાનો સૌથી મોટો ફાયદો આ દિગ્ગજ પાર્ટીને થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ગોવાના પૂર્વ મંત્રી રોહન ખુંટે ગત સપ્તાહે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જાેડાયા હતા. આ સાથે જ ૨૦૧૭થી પાર્ટી બદલનાર ખુંટે ૨૧મા ધારાસભ્ય બન્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. ૨૦૧૭ની ગોવાની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યોએ તે વર્ષે તેમને મેદાનમાં ઉતારનાર પક્ષ પ્રત્યે વફાદારી દર્શાવી ન હતી.જોકે ગોવામાં આ પક્ષપલટાનો સૌથી વધુ ફાયદો ભાજપને થયો છે. ભાજપની સંખ્યા ૧૩ થી વધી રહી છે. તાજેતરના મહિનાઓમાં, કોંગ્રેસ, ગોવા ફોરવર્ડ અને અપક્ષમાંથી એક-એક ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે અને આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે તેઓને પાર્ટીના મત મળશે તેવી આશા સાથે ભાજપમાં જાેડાયા છે. બીજેપીમાંથી માત્ર એક ધારાસભ્યએ પાર્ટી છોડી, જે ગોવાની કોરતાલિમ સીટના બીજેપી ધારાસભ્ય અલીના સલદાન્હા હતા. 

અલીના સલદાન્હા ૧૬ ડિસેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાઈ હતી. જોકે પક્ષપલટાના આંકડામાં કોંગ્રેસના સૌથી વધુ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની વર્તમાન સંખ્યા ત્રણ છે. કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી (ય્હ્લઁ) એ ૧૮ ડિસેમ્બરે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. 

ભૂતપૂર્વ ધારાસભ્ય અને યુનાઈટેડ ગોવા ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય રાધારાવ ગ્રેસિયસે કહ્યું, “ગોવામાં આ સામાન્ય સ્થિતિ છે. મારા જેવા બહુ ઓછા લોકો છે જેમણે રાજકીય પક્ષો બદલ્યા નથી અને આપણે જ્યાં છીએ ત્યાં અટકી ગયા છીએ. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે લોકો ઈચ્છે છે કે તેમના ધારાસભ્ય સત્તામાં હોય અને દરેક ધારાસભ્ય એવું વિચારે છે કે જ્યાં સત્તા હશે ત્યાં દોડે છે. આ અનિવાર્યપણે થાય છે કારણ કે દરેકને અપેક્ષા છે કે તેમના ધારાસભ્ય સત્તામાં હશે તેથી દરેક બાજુ બદલી રહ્યા છે. 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version