Site icon

Goa Benami Property: ગોવામાં તમામ બેનામી જમીનો સરકારની થઈ જશે.

Goa Benami Property All Goa Benami properties in Goa will go to the government.

Goa Benami Property All Goa Benami properties in Goa will go to the government.

News Continuous Bureau | Mumbai

Goa Benami Property: ગોવામાં ( Goa  ) હાલ રાજકારણ અલખ દિશામાં આગળ વધી રહ્યું છે. મંત્રી બાબુશ મોનસેરોટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વિધેયકને વિધાનસભાએ ( Goa Assembly ) મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ગોવામાં જે જમીનો બેનામી છે, તે તમામ જમીનો સરકાર હસ્તક થશે. તેમજ આ જમીનને લોક ઉપયોગ માટે વાપરવામાં આવશે.  

Goa Benami Property: કાયદામાં શું જોગવાઈ છે? 

કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે જમીન ના કોઈ વારસ નથી તેમ જ જે જમીન ( Benami Property, ) કોણે ખરીદી  છે તે સંદર્ભે સ્પષ્ટતા નથી તે જમીનના માલિકી હક ત્રણ મહિનામાં સાબિત કરવાના રહેશે. જે કોઈ જમીનના માલિકો આ કરવામાં આ અસફળ રહેશે તે જમીન સરકાર ( Goa Government ) હસ્તક થશે.

આ સમાચાર પણ વાંચો:  Ek Ped Maa Ke Naam: ભારતે વૃક્ષારોપણમાં સ્થાપ્યો નવો રેકોર્ડ, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આટલા કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યું.

Goa Benami Property: કોંગ્રેસ પાર્ટી એ શું કહ્યું?

કોંગ્રેસ ( Congress ) પાર્ટી આ કાયદાને કારણે ઉકળી ઊઠી છે. કોંગ્રેસ પાર્ટી એ કહ્યું છે કે આ કાયદો એ સંવિધાન થી વિપરીત છે જેથી તે કોર્ટમાં ટકી નહીં શકે. કોઈપણ વારસદારને ત્રણ મહિનાના સમયગાળામાં પોતાની માલિકી સાબિત કરવાની જોગવાઈ ગેરકાયદેસર છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એવો આરોપ થયો છે કે ગેરકાયદેસર પૈસા ગોવામાં મોટા પાયે પાર્ક થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે ભાજપ ( BJP ) સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી અનેક વેપારી અને કાળા પૈસા ફેરવનાર સકંજામાં આવી ગયા છે

 

 

Exit mobile version