દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસમાં આજે એક મોટો અકસ્માત ટળી ગયો હતો.
આજે સવારે રાજધાની એક્સપ્રેસ જયારે મહારાષ્ટ્રના રત્નાગીરી પાસેના કરબુડે ટનલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી અને તમામ મુસાફરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મુંબઇથી આશરે 325 કિલોમીટર દૂર થયો હતો.
