Site icon

Goa: AI કંપનીના CEO એ કરી પોતાના ચાર વર્ષના પુત્રની ઠંડે કલેજે કરી હત્યા.. ત્યાર બાદ આ રીતે ભાંડો ફૂટ્યો.. જાણો વિગતે..

Goa: ગોવામાં એક હોટલમાં મહિલાએ તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી હતી. જે બાદ તે પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કર્ણાટક જઈ રહી હતી. પરંતુ પોલીસ વચ્ચમાં જ તેની ધરપકડ કરી હતી.

Goa CEO of AI company killed his four-year-old son after which the pot exploded like this.. Know details..

Goa CEO of AI company killed his four-year-old son after which the pot exploded like this.. Know details..

News Continuous Bureau | Mumbai

Goa: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ( Chitradurga ) એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો ( murder case ) પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી હતી. જે બાદ મહિલા પોતાના પુત્રના મૃતદેહને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક ( Karnataka ) જઈ રહી હતી, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. મહિલા પાસેથી બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. 

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ( AI CEO ) મહિલા સૂચના સેઠના લગ્ન 2010માં થયા હતા. તેના પુત્રનો ( Son ) જન્મ 2019માં થયો હતો અને 2020માં મહિલાના તેના પતિ સાથે વિવાદ થવા લાગ્યો હતો. મામલો કોર્ટમાં ગયો, ત્યારબાદ બંનેના છૂટાછેડા ( Divorce ) થઈ ગયા હતા. જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે બાળકના પિતા રવિવારે તેના બાળકને મળી શકે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોર્ટના આદેશ બાદ આરોપી મહિલા દબાણમાં આવી ગઈ હતી. કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનો પતિ તેના પુત્રને મળે. આથી પ્લાન મુજબ આરોપી મહિલા શનિવારે તેના પુત્ર સાથે ગોવા ગઈ હતી અને હોટલમાં આ હત્યા પ્રકરણને અંજામ આપ્યો હતો. મહિલાએ વિચાર્યું કે તેનો પતિ તેના પુત્રને મળી શકશે નહીં. જેના કારણે તેણે પુત્રની હત્યા કરી હતી.

શું છે આ મામલો..

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોવાની જે હોટલમાં મહિલા રોકાઈ હતી, ત્યાં તેના ચાર વર્ષના બાળકને પણ સાથે લઈને આવી હતી. જ્યારે મહિલા હોટલમાંથી બહાર નીકળવા લાગી ત્યારે બાળક તેની સાથે ન હતું. મહિલાને એકલી જતી જોઈને હોટલ સ્ટાફે આરોપી મહિલાને તેના બાળક વિશે પૂછ્યું. તેના પર મહિલાએ કહ્યું કે તે પહેલા જ બાળકને ઘરે મોકલી ચૂકી છે. મહિલા હોટલમાંથી બહાર નીકળ્યા બાદ જ્યારે હોટલના સ્ટાફે તેના રૂમની તપાસ કરી તો તેમને રુમમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આ અંગે હોટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Imran Khan Arrest : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુશ્કેલીમાં વધારો, ઈમરાન ખાનની હવે આ નવા કેસમાં થઇ ધરપકડ..

હોટલમાંથી આ ગંભીર ઘટનાની માહિતી મળતાં પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને મહિલાને હોટલમાંથી લઈ જનાર ટેક્સી ડ્રાઈવરને બોલાવામાં આવ્યો હતો. ટેક્સી ડ્રાઈવર સ્થાનિક હતો તેથી પોલીસને તેનો નંબર શોધવામાં બહુ મુશ્કેલી ન પડી હતી. ટેક્સી ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે મહિલા ટેક્સીમાં એકલી હતી. આ પછી પોલીસે ટેક્સી ડ્રાઈવરને કહ્યું કે તે મહિલા જ્યાં પણ હોય તેને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન લઈ આવવી અને પોલીસને સોંપી દે. પોલીસના જણાવ્યા મુજબ, ટેક્સી ડ્રાઈવર મહિલાને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં આરોપી મહિલાની ધરપકડ કરાઈ હતી. આ પોલીસ સ્ટેશન કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારમાં હતું. બાદમાં ગોવા પોલીસ ( Goa Police ) ચિત્રદુર્ગ પહોંચી અને મહિલાને પોતાના કસ્ટડીમાં લીધી હતી.

મહિલાએ ગોવાના કેન્ડોલિમમાં આ દુષ્કર્મ આચર્યું હતું. ગોવાના ડીજીપી જસપાલ સિંહે મહિલાની તેના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. જેમાં વધુ તપાસ હજી ચાલુ છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version