Site icon

Goa Nightlife: શું તમે ગોવાના નાઈટ લાઈફનો આનંદ માણવા ઈચ્છો છો, તો રાત્રે 10 વાગ્યા પછી આ 6 સ્થળોની જરુર મુલાકાત લો.. ટેન્શન બધુ ભૂલાય જશે.. જાણો ક્યા છે બીચો..

Goa Nightlife: ગોવા ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તમે નોર્થ ગોવા જાઓ કે સાઉથ ગોવા, ત્યાંનું વાતાવરણ એવું છે કે લોકો છ-સાત દિવસ રોકાય છે. મનોરંજક આકર્ષણો ઉપરાંત, ગોવા નાઇટલાઇફ માટે પણ યોગ્ય માનવામાં આવે છે. ગોવામાં ઘણા બીચ છે, જ્યાં દરરોજ સાંજે ડીજે પાર્ટીઓ યોજાય છે અને વિદેશીઓની મોટી ભીડ પણ જોવા મળે છે.

Goa Nightlife Do you want to enjoy the nightlife of Goa then visit these 6 places after 10 pm.. tension will be forgotten

Goa Nightlife Do you want to enjoy the nightlife of Goa then visit these 6 places after 10 pm.. tension will be forgotten

News Continuous Bureau | Mumbai

Goa Nightlife: ગોવા ટ્રીપ એટલે માત્ર એન્જોય. દેશ-વિદેશના ઘણા નાગરિકો અહીં આવે છે. કારણ કે અહીંના બીચ, પ્રાકૃતિક સૌંદર્ય, ચર્ચ અને અન્ય પર્યટન સ્થળોએ દરેકનું મન મોહી લે છે. ગોવાના દરિયાકિનારા ( Goa beaches ) પર સવારના સમયે ઘણી ભીડ હોય છે, પરંતુ શું તમે અહીંની નાઇટલાઇફનો અનુભવ કર્યો છે? જો નહીં, તો અમે તમને કેટલાક ખાસ બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ. 

Join Our WhatsApp Community

ગોવા ( Goa  ) ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તમે નોર્થ ગોવા જાઓ કે સાઉથ ગોવા, ત્યાંનું વાતાવરણ એવું છે કે લોકો છ-સાત દિવસ રોકાય છે. મનોરંજક આકર્ષણો ઉપરાંત, ગોવા નાઇટલાઇફ માટે પણ યોગ્ય માનવામાં આવે છે. ગોવામાં ઘણા બીચ છે, જ્યાં દરરોજ સાંજે ડીજે પાર્ટીઓ યોજાય છે અને વિદેશીઓની મોટી ભીડ પણ જોવા મળે છે. જો તમે ગોવાની મુલાકાત લઈ રહ્યા છો, તો તમે શ્રેષ્ઠ નાઈટલાઈફનો આનંદ માણવા માટે રાત્રે 10 વાગ્યા પછી આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

( Baga Beach ) બાગા બીચઃ ગોવાની રાજધાની પણજીથી 17.3 કિમીના અંતરે બાગા બીચ પર દરરોજ લાખો પ્રવાસીઓ મજા માણવા આવે છે. તમે આ બીચ પર ઉત્તમ નાઇટ ક્લબ, સ્ટ્રીટ ફૂડ સ્ટોલો, વોટર સ્પોર્ટ્સ અને કોફી બાર સરળતાથી આનંદ માણી શકો છો. આ બીચ તેની નાઈટ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. અહીં યુવકો-યુવતીઓની મોટી ભીડ જોવા મળે છે.

( Colva Beach ) કોલવા બીચઃ કોલવા બીચ દક્ષિણ ગોવાના શ્રેષ્ઠ બીચ તરીકે ઓળખાય છે. કોલવા બીચ તેના ઉત્તમ નાઇટલાઇફ અને સ્વાદિષ્ટ સીફૂડ માટે પ્રખ્યાત છે. અહીં તમે અલગ-અલગ કોકટેલ સાથે ડાન્સનો આનંદ માણી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટને નિવૃત્ત થઈ રહેલા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ માટે કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ કોર્સ માટે મંજૂરી મળી

( Anjuna Beach ) અંજુના બીચઃ અંજુના બીચ પર મોડી રાત સુધી પાર્ટીઓ ચાલે છે, ક્રિસમસ અને નવા વર્ષના દિવસે પણ અહીં ભારે ઉત્સાહ જોવા મળે છે. જો તમે આ સમયગાળા દરમિયાન ગોવા જતા હોવ તો તમારે અંજુના બીચની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

( Vagator Beach ) વાગતોર બીચઃ પણજીથી 22 કિમી દૂર વાગતોર બીચ છે, જે ઉત્તર ગોવામાં માપુસા રોડ પાસે સ્થિત છે. અન્ય બીચ કરતાં અહીં ઓછી ભીડ હોય છે. પરંતુ અહીંની બીચ પાર્ટીઓ ખૂબ ફેમસ છે. અહીં 500 વર્ષ જૂનો પોર્ટુગીઝ કિલ્લો પણ આ બીચની શાનમાં ઉમેરો કરે છે.

( Ashwem Beach ) અશ્વેમ બીચઃ ગોવાના ઉત્તરમાં આવેલ અશ્વેમ બીચ પાર્ટી માટે જાણીતો છે. આ દરમિયાન અહીં મોટી ભીડ જોવા મળે છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણ પણ જોવા મળે છે. તેમજ લોકોને આ બીચની સુંદરતા પસંદ છે.

( Arambol Beach) અરમ્બોલ બીચઃ  આ બીચ ગોવાના સૌથી સુંદર અને શાંતિપૂર્ણ બીચમાંથી એક છે. મિત્રો અને કુટુંબીજનો સાથે ઉત્તમ રાત્રિભોજનનો આનંદ માણવા માટે અરમ્બોલ બીચ શ્રેષ્ઠ છે. તમને આ બીચની નજીક ઘણા ઉત્તમ કાફે અને રેસ્ટોરન્ટ્સ મળી જશે.

( Palolem Beach ) પાલોલેમ બીચઃ ગોવાના દક્ષિણમાં પાલોલેમ બીચ છે જે ખૂબ જ શાંત અને સુંદર છે. અહીં તમે શ્રેષ્ઠ બીચ પાર્ટીઓ તેમજ શાનદાર ફૂડ અને વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો. આ બીચ વિદેશી પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક 

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version