Site icon News Continuous Bureau | Mumbai

ઝુમ બરાબર ઝુમ શરાબી… મુંબઈના લોકો અધધ… આટલો બધો દારૂ પી ગયા. આંકડા આવ્યા સામે. પરંતુ દેશના આ રાજ્યમાં સૌથી વધુ બેવડાઓ.. જાણો લેટેસ્ટ રિપોર્ટ..

Worlds First Beer Powder New Instant In Market By A German Company

બિયર લવર્સ માટે સારા સમાચાર.. હવે માત્ર બે મિનિટમાં ઘરે બેઠા જ તૈયાર થઈ જશે ઠંડી બિયર, આ દેશમાં આવી ગયો વિશ્વનો પહેલો બીયર પાવડર..

 News Continuous Bureau | Mumbai

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(National Family Health Survey)-5 2019-2021નો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ભારતમાં દારૂ પીનારાઓની(alcoholics) સંખ્યા શહેર કરતા ગ્રામીણ વિસ્તારમાં(Rural area) વધુ હોવાનું જણાયું છે. તો દારૂના વેચાણના(Alcohol sales) આંકડા પર નજર રાખતા સૌથી વધુ બેવડાઓ ગોવામાં જણાય છે. સમગ્ર દેશમાં સૌથી વધુ દારૂ ગગડાવી જનારાઓની સંખ્યા ગોવામા(Goa) જણાઈ છે. તો સૌથી ઓછું લક્ષદ્વીપમાં(Lakshadweep) 0.4 ટકા રહ્યું છે.  

Join Our WhatsApp Channel

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 2019-2021નો અહેવાલ મુજબ દેશમાં મહિલાઓમાં 15 વર્ષની ઉંમરે દારૂ પીનારાની સંખ્યા એક ટકા છે, તેની સામે પુરુષોનું પ્રમાણ 19 ટકા રહ્યું છે. તેમાં પણ મહિલાઓમાં 1.6 ટકા ગ્રામીણ વિસ્તારમાં અને 0.6 ટકા શહેરી વિસ્તારમાં રહ્યું છે. તો પુરુષોમા આ પ્રમાણ 19.9 ટકા ગ્રામીણ અને 16.5 ટકા શહેરી વિસ્તારમાં રહ્યું છે.

ગોવામા 15થી 49 વર્ષની ઉંમરના લોકો સૌથી વધુ દારૂ પીએ છે. જેમાં પુરુષોની ટકાવારી 59 ટકા રહી છે.  તો બીજા નંબરે અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh) 57 ટકા સાથે રહ્યું છે.

આ અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં(Maharashtra) છેલ્લાં એક વર્ષ દરમિયાન ૨૩૧૨.૮૧ લાખ લીટર બિયરનું વિક્રમી વેચાણ થયું હતું. આંકડા મુજબ ૨૦૨૦-૨૧ની સરખામણીએ આ વર્ષે બિયરના વેચાણમાં ૧૪.૯૫ ટકાનો વધારો થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….

બીજી તરફ ભારતમાં ઉત્પાદિત વિદેશી શરાબ (ઇન્ડિયન મેડ ફોરેન લીકર)(Indian Made Foreign Liquor)ના વેચાણમાં પણ કોરોના નિયંત્રણો હટ્યા પછી ધરખમ વધારો થયો છે. આવી જ રીતે દેશી દારૂનું વેચાણ પણ ખૂબ થયું હતું. આમ બિયર અને દારૂના વેચાણમાંથી રાજ્ય સરકારની(State Government) તિજોરીમાં કર પેટે કરોડો રૂપિયા ઠલવાયા છે.

૨૦૨૦-૨૧માં વિદેશી દારૂનું ૧૯.૯૯ કરોડ લીટર વેચાણ થયું હતું. તેની સરખામણીએ ૨૦૨૧-૨૨માં ૨૩.૫૮ કરોડ લીટર વિદેશી દારૂ વેચાયો છે. આ સમય દરમિયાન ૩,૪૮૩.૦૮ લાખ લીટર દેશી દારૂનું વેચાણ થયું હતું. તેથી કરપેટે રાજ્ય સરકારની તિજોરીમાં મોટી આવક જમા થઈ હતી.
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version