દેશમાં કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે ‘ઓન ધ સ્પોટ’ રસી મુકવાનુ અભિયાન પૂરજોશમાં શરુ થઈ ગયુ છે.
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે દાવો કર્યો છે કે રાજ્યમાં વેક્સીનેશન ઝડપથી થઈ રહ્યુ છે અને 30 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ નાગરિકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવાઈ ચૂક્યા હશે.
જોકે હાલમાં કોરોનાના કારણે રાજ્યમાં મોટાભાગનુ ટુરિઝમ બંધ છે પણ એક વખત તમામ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ જાય તે બાદ ફરી ટુરિઝમ શરૂ કરવા માટે વિચારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગોવાના 60 ટકા લોકોને વેકસીનનો એક ડોઝ અપાઈ ચુકયો છે. રોજ 20000 લોકોને વેક્સીન મુકાઈ રહી છે.
ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’