ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
કોરોના પ્રતિબંધાત્મક રસીકરણ અભિયાન મહારાષ્ટ્રમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ બે કરોડ નાગરિકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં કુલ ૧૨૩૯ રસીકરણ કેન્દ્ર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે કરોડ ૯૦ હજાર લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ૧૮થી ૪૪ વર્ષની વય વચ્ચેના કુલ છ લાખ 55 હજાર લોકોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ આંકડો ભારત દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં સૌથી મોટો આંકડો છે.