Site icon News Continuous Bureau | Mumbai

Google Map: ગુગલ મેપ્સ પર ભરોસો કરવો પડ્યો ભારે, જીપીએસને ફોલો કરતા કાર નદીમાં ખાબકી; મુસાફરોનો જીવ મુકાયો જોખમમાં..

Google Map: કેરળમાં ભારે વરસાદને કારણે જે માર્ગ પર પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા તે માર્ગ નદીમાંથી વહેતા પાણીથી ભરાઈ ગયો હતો. ડ્રાઇવરને રસ્તો સમજાયો નહીં અને ગૂગલ મેપ્સને અનુસરીને સીધો નદીમાં ગયો. નજીકના પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક રહીશો પ્રવાસીઓને બચાવવા દોડી આવ્યા હતા.

Google Map Tourists from Hyderabad drove into a stream in Kerala while using Google maps

Google Map Tourists from Hyderabad drove into a stream in Kerala while using Google maps

 News Continuous Bureau | Mumbai 

Google Map: જ્યારે આપણે નવી જગ્યા પર જઈએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે ગૂગલ મેપ ( Google map ) ની મદદ લઈએ છીએ. ક્યારેક તે આપણને સાચી દિશામાં લઈ જાય છે તો ક્યારેક ખોટી દિશામાં. પરંતુ કેરળના પ્રવાસી જૂથ સાથે કંઈક એવું બન્યું કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી શકશે નહીં.

Join Our WhatsApp Channel

Google Map: ખોટી માહિતીના કારણે  કાર નદીમાં ખાબકી

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, હૈદરાબાદ ( Hyderabad ) ના પ્રવાસીઓનું એક જૂથ અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું.  તેઓ આ વિસ્તારથી અજાણ હોવાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ગૂગલ મેપનો સહારો લઈ રહ્યા હતા, પરંતુ ગૂગલ મેપ પર ખોટી માહિતીના કારણે તેમની કાર  નદીમાં ખાબકી ગઈ હતી. એક મહિલા સહિત ચાર લોકો અલપ્પુઝા તરફ જઈ રહ્યા હતા. તે જ્યાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પ્રવાસીઓ આ વિસ્તારથી અજાણ હોવાથી તેઓ ગુગલ મેપનો સહારો લીધો હતો. પરંતુ ખોટી માહિતીના કારણે તેમની કાર નદીમાં પડી હતી. જો કે, સદનસીબે પોલીસ પેટ્રોલિંગ યુનિટ અને સ્થાનિક રહેવાસીઓના પ્રયાસોથી ચારેય બચી ગયા, પરંતુ તેમનું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું.

આ સમાચાર પણ વાંચો:  Lokshabha Elections 2024:દરેક મતની ગણતરી કરવામાં આવે છે, ચૂંટણી પંચે 5 તબક્કાના મતદાનનો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો.. જાણો સૌથી વધુ મતદાન કયા તબક્કામાં થયું.

Google Map: અગાઉ પણ અકસ્માત થયો હતો

ઉલ્લેખનીય છે કે કેરળ ( Kerala ) માં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં કાર અકસ્માતમાં બે યુવાન ડોક્ટરોના મોત થયા હતા. મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાને કારણે કાર કથિત રીતે નદીમાં પડી હતી. 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version