Site icon

શિવસેના સરકારની ગંદી અને જૂની રમત.. જેના કારણે મુંબઈના આ પ્રોજેક્ટનું બજેટ 1500 કરોડ રૂપિયા વધી ગયું…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020

ગોરેગામ-મુલુન્ડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટનું કામ શરૂ થાય એ પહેલાં જ એનો ખર્ચ 1500 કરોડ રૂપિયા જેટલો વધી ગયો છે. એપ્રિલ મહિનામાં મુંબઈ મહાનગર પાલિકાએ આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રેક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડયાં હતાં. ત્યારે એનો અંદાજિત ખર્ચ 4770 કરોડ રૂપિયા હતો. પરંતુ હવે એ 6225 કરોડ રૂપિયા જેટલો થઈ ગયો છે.

Join Our WhatsApp Community

જીએમએલઆર પ્રોજેક્ટ હેઠળ બે ટનલ ખોદવામાં આવશે. બંને ટનલ લગભગ 4.7 કિલોમીટરની લાંબી અને નેશનલ પાર્કની નીચે 25થી 200 મીટર જેટલી ઊંડાઈએથી પસાર થશે.'

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે કારણોથી પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થયો છે. પહેલાંનો અંદાજિત ખર્ચ દોઢ વર્ષ પહેલાં આંકવામાં આવ્યો હતો. બીજું કારણ એ કે ચીનની કંપનીઓને દૂર રાખવાની કેન્દ્ર સરકારની સૂચનાને કારણે નવું ટેન્ડર બહાર પાડવાની સ્થિતિ ઊભી થઈ છે. ચીન ટનલ બોરિંગ મશીનનું સૌથી મોટું ઉત્પાદક અને સપ્લાયર છે. હવે પાલિકાએ એ માટે પશ્ચિમના દેશો તરફ નજર દોડાવવી પડશે જેને કારણે ખર્ચ વધી જશે.' હવે એજન્સી નીમવામાં અને કામ શરૂ કરવામાં વધુ છથી આઠ મહિના વીતી જશે. આથી એ સમયના ભાવ અને મોંઘવારીને ધ્યાનમાં લેવા પડશે. એમ પણ તેમને જણાવ્યું હતું..

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version