Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના સરકારની ગંદી અને જૂની રમત.. જેના કારણે મુંબઈના આ પ્રોજેક્ટનું બજેટ 1500 કરોડ રૂપિયા વધી ગયું…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020

ગોરેગામ-મુલુન્ડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટનું કામ શરૂ થાય એ પહેલાં જ એનો ખર્ચ 1500 કરોડ રૂપિયા જેટલો વધી ગયો છે. એપ્રિલ મહિનામાં મુંબઈ મહાનગર પાલિકાએ આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રેક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડયાં હતાં. ત્યારે એનો અંદાજિત ખર્ચ 4770 કરોડ રૂપિયા હતો. પરંતુ હવે એ 6225 કરોડ રૂપિયા જેટલો થઈ ગયો છે.

Join Our WhatsApp Channel

જીએમએલઆર પ્રોજેક્ટ હેઠળ બે ટનલ ખોદવામાં આવશે. બંને ટનલ લગભગ 4.7 કિલોમીટરની લાંબી અને નેશનલ પાર્કની નીચે 25થી 200 મીટર જેટલી ઊંડાઈએથી પસાર થશે.'

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે કારણોથી પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થયો છે. પહેલાંનો અંદાજિત ખર્ચ દોઢ વર્ષ પહેલાં આંકવામાં આવ્યો હતો. બીજું કારણ એ કે ચીનની કંપનીઓને દૂર રાખવાની કેન્દ્ર સરકારની સૂચનાને કારણે નવું ટેન્ડર બહાર પાડવાની સ્થિતિ ઊભી થઈ છે. ચીન ટનલ બોરિંગ મશીનનું સૌથી મોટું ઉત્પાદક અને સપ્લાયર છે. હવે પાલિકાએ એ માટે પશ્ચિમના દેશો તરફ નજર દોડાવવી પડશે જેને કારણે ખર્ચ વધી જશે.' હવે એજન્સી નીમવામાં અને કામ શરૂ કરવામાં વધુ છથી આઠ મહિના વીતી જશે. આથી એ સમયના ભાવ અને મોંઘવારીને ધ્યાનમાં લેવા પડશે. એમ પણ તેમને જણાવ્યું હતું..

Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Maharashtra MLC Election Results મહાયુતિમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે શિંદે સેનાના ઉમેદવારને પછાડ્યો, ૫ માંથી ૨ બેઠકોના પરિણામો જાહેર
Prashant Kishor Jan Suraaj Digital Head Dies પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીને મોટો આંચકો ડિજિટલ મીડિયા હેડ દેવપાલિક ગુપ્તાનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ
Zeeshan Siddique Appointed Mumbai NCP Chief જીશાન સિદ્દીકી બન્યા NCP મુંબઈ એકમના નવા પ્રમુખ આ પદ સંભાળનારા સૌથી યુવા નેતા
Exit mobile version