Site icon

Government Library: તરસાડી-કોસંબામાં ખૂલ્યું ગુજરાતનું વિશાળ પુસ્તકાલય ભવન, ગ્રંથાલયમાં ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી ભાષાના આટલા હજારથી વધુ પુસ્તકો…

Government Library: તરસાડી-કોસંબા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. ૦૪.૧૫ કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

Government Library Gujarat's largest library building opened in Tarsadi-Kosamba

Government Library Gujarat's largest library building opened in Tarsadi-Kosamba

News Continuous Bureau | Mumbai

Government Library: શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગ્રંથાલય વિભાગ દ્વારા તરસાડી-કોસંબા ખાતે રૂ. ૦૪.૧૫ કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી ભાષાના ૨૦ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો સહિત ગ્રામજનોને વાંચન માટેની વિશેષ સુવિધા મળી છે.
પુસ્તકાલય ભવનમાં રીડિંગ હોલ, ઈ-લાઈબ્રેરી, સિનિયર સિટીઝન વિભાગ, સામાયિક અને દૈનિક સમાચાર વિભાગ, આઉટડોર રીડિંગ એરિયા, ગ્રંથપાલ ઓફિસ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ તથા વોટર કુલર, દિવ્યાંગો માટે રેમ્‍પ એકસેસ, સ્ત્રી-પુરૂષ તથા દિવ્યાંગો માટે સેપરેટ ટોઇલેટ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ, ફાયર- ઇલેકટ્રીક- પમ્પ રૂમ તથા સિક્યુરિટી કેબિનની સુવિધાઓ ઉભી કરાઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: National Games: રોહન કાંબલેએ હાંસલ કરી અનોખી સિદ્ધિ, માત્ર 51.77 સેકન્ડમાં આ મેડલ જીત્યું

ભાઈલાલની વાડી ખાતે આયોજિત સમારોહમાં નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીનદાતા વિદ્યાબેન પટેલ, ગ્રંથાલય નિયામક (ગાંધીનગર) ડો.પી.કે. ગોસ્વામી, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. ચૌધરી, કોસંબા સરકારી તા.પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમ.એસ. ગોહિલ, ડે.એક્ઝિક્યુટિવ એન્જિનીયર કેદારીયા, ગ્રંથાલય ખાતાના અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Injection Killer: નર્સિંગ સ્ટાફનો ધ્રુજાવી દેનારો ગુનો: ઇન્જેક્શન આપીને હત્યા કરનાર મેલ નર્સની ધરપકડ, મોટું ષડયંત્ર
Exit mobile version