News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra politics)માં હવે કોરોના(Covid19)ની એન્ટ્રી થઈ છે. શિવસેના(Shivsena) પાર્ટીમાંથી ચાલીસ ધારાસભ્યો(MLAs)ની એક્ઝિટ થઈ ગયા બાદ રાજભવન(RajBhavan)માં કોરોનાએ એન્ટ્રી કરી છે. ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર અત્યારે સૌથી અગત્યના એટલે છે કારણ કે ભગતસિંહ કોશ્યારી ની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. આથી તેમના સ્વાસ્થ્ય(Helath)ની વધુ તકેદારી રાખવા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક
ભગતસિંહ કોશ્યારી ના હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેને બહુ મોટો ફટકો પડયો છે. હવે ઉદ્ધવ ઠાકરે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગવર્નર પાસે નહીં જઈ શકે. એટલે કે ઉદ્ધવ ઠાકરે કોઈપણ ધારાસભ્ય ને બરખાસ્ત નહીં કરી શકે. બીજી તરફ જે ધારાસભ્યો ગોવાહાટી પહોંચ્યા છે તે ધારાસભ્યો હવે તત્કાળ મહારાષ્ટ્ર નહીં આવે. આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અલ્પવિરામ આવ્યો હોય તેવું લાગે છે.