ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
સત્યપાલ મલિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે BJP સરકારે તેમને રાષ્ટ્રપતિ પદની લાલચ આપી અને કહ્યુ કે ચૂપ રહેશો તો રાષ્ટ્રપતિ બનાવાશે.
સાથે તેમણે કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાને નિરસ્ત કર્યા બાદ ખેડૂતોને આપેલા વચનને પૂરા ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યપાલ તરીકે મારો કાર્યકાળ આગામી છથી સાત મહિનામાં ખતમ થઈ જશે. તે બાદ હુ ઉત્તર ભારતના તમામ ખેડૂતોને એક કરવા માટે આઉટરીચ અભિયાન શરૂ કરીશ.
