ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
01 ઓગષ્ટ 2020
ગુજરાતમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન સરકારે બહાર પાડી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પર વધુ ફોકસ કરવામાં આવશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ખૂબ ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા આવ્યાં છે અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ગુજરાતમાં રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં 15 મી ઓગસ્ટની ઉજવણી સાદગીપૂર્ણ કરાશે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન જારી કરી યોગ્ય પગલાઓ લેવાની સૂચના આપી છે. ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું કહેવાયું. સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં 150 ની સંખ્યા રાખવાના આદેશ છે…
રાજ્યમાં 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર.સી.ફળદુ હાજરી આપશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com