Site icon News Continuous Bureau | Mumbai

GPS Car Accident: ગુગલ મેપ પર ભરોસો કરતા હોવ તો વાંચો આ સમાચાર મોબાઈલનું GPS લોકેશન અધૂરા પુલ પર લઇ ગયું અને કાર નદીમાં પડી.. મળ્યું મોત…

GPS Car Accident: ઉત્તર પ્રદેશના બરેલીમાં ગૂગલ મેપના ખોટા લોકેશનના કારણે એક સ્પીડમાં આવતી કાર નિર્માણાધીન પુલ પરથી પડીને નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે ભાઈઓ સહિત ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

GPS Car Accident Misled By Google Maps, Car Falls Into River From Bridge, 3 Dead In UP

GPS Car Accident Misled By Google Maps, Car Falls Into River From Bridge, 3 Dead In UP

News Continuous Bureau | Mumbai

GPS Car Accident:જીપીએસ સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશ (યુપી)માં એક કાર અકસ્માતનો શિકાર બની હતી. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસ સિસ્ટમની મદદથી જ આગળ વધી રહી હતી.

Join Our WhatsApp Channel

GPS Car Accident: પ્રશાસને મોટી કાર્યવાહી કરી

હવે આ મામલે પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. PWDની બેદરકારીને ધ્યાનમાં લઈને નાયબ તહસીલદારે દાતાગંજ કોતવાલીમાં 4 એન્જિનિયરો સામે રિપોર્ટ દાખલ કર્યો છે. ગુગલના પ્રાદેશિક મેનેજર અને અજાણ્યા ગ્રામજનો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ પ્રશાસને પુલ પર અસ્થાયી દિવાલ બનાવીને લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

GPS Car Accident: ક્યારે અને કેવી રીતે થયો અકસ્માત

મૈનપુરીના ત્રણ રહેવાસીઓ લગ્નમાં હાજરી આપવા બરેલી જઈ રહ્યા હતા. ગુગલ મેપ પરથી રૂટ ફોલો કરીને કાર સવારો આગળ વધી રહ્યા હતા. બદાઉનના સમરેરને ફરીદપુરથી જોડતા રામગંગા પરના અધૂરા પુલ પર કાર સવારો ચઢી ગયા હતા. રવિવારે વહેલી સવારે ધુમ્મસના કારણે કાર સવારો અધૂરા પુલને જોઈ શક્યા ન હતા. બ્રિજ પર ન તો કોઈ બેરિકેડ હતું કે ન તો ચેતવણીનું બોર્ડ હતું. કાર ચાલક જોખમને સમજી શક્યો ન હતો.

આ સમાચાર પણ વાંચો : Heart attack CPR :TTE બન્યો દેવદૂત! ટ્રેનમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક તો આ રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

GPS Car Accident: આ બેદરકારીને કારણે FIR દાખલ 

બ્રિજ રોડની બંને બાજુએ મજબુત અવરોધો, બેરીકેટ્સ, રિફ્લેક્ટર બોર્ડ અને રોડ કપાયો હોવાનું દર્શાવતું કોઈ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું ન હતું. પુલ પર જવાનો રસ્તો માત્ર એક પાતળી દિવાલ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, જે અજાણ્યા લોકો દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. કોઈ બેરિકેડ ન હોવાથી ગૂગલ મેપ પણ સાચો રસ્તો બતાવી રહ્યો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બેદરકારીના કારણે અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે.

 

 

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version