Site icon News Continuous Bureau | Mumbai

GSERC :સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો માટે શાળાની અંતિમ ફાળવણી જાહેર

GSERC : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૮ જુલાઇ, ૨૦૨૫ના રોજ સંબંધિત ફાળવણીપત્રમાં જણાવેલ સ્થળે નિમણૂક હુકમ મેળવવા ઉપસ્થિત થવાનું રહેશે.

GSERC Final allotment of schools for candidates in Government Higher Secondary Schools-Non-Government Aided Higher Secondary Schools announced

GSERC Final allotment of schools for candidates in Government Higher Secondary Schools-Non-Government Aided Higher Secondary Schools announced

News Continuous Bureau | Mumbai

GSERC :

Join Our WhatsApp Channel

• સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ નિમણૂક હુકમ અપાશે
• બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા. ૦૮ જુલાઇ, ૨૦૨૫ના રોજ નિમણૂક હુકમ અપાશે
 
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અન્વયે ઉમેદવારો માટે મેરીટ કમ પ્રેફરન્સના આધારે આજે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને તા.૦૮ જુલાઇ, ૨૦૨૫ના રોજ સંબંધિત ફાળવણીપત્રમાં જણાવેલ સ્થળે નિમણૂક હુકમ મેળવવા ઉપસ્થિત થવાનું રહેશે.

આ ઉમેદવારો માટે શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરવા અને ફળવાયેલી શાળામાં નિમણૂક હુકમ મેળવવા અંગેની જરૂરી સૂચનાઓ www.gserc.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેનો ઉમેદવારોએ અભ્યાસ કરીને નિમણૂક હુકમ મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ શાળા ફાળવણી એ ઉમેદવારોની હાલની ભરતી પ્રક્રિયાની અંતિમ શાળા ફાળવણી છે, ત્યારબાદ શાળા ફાળવણી અંગે ઉમેદવારોની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હિતકારી નિર્ણય, સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂ.૨૦૦ના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત તા. ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ શાળા ફાળવણી માટેનું પ્રોવિઝનલ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં પસંદગી બાબતે ઉમેદવારો પાસેથી તા.૨૫ જૂન, ૨૦૨૫ના રોજ ઓનલાઈન સંમતિ મેળવવામાં આવી હતી. આ સંમતિના આધારે ઉમેદવારોને પસંદગીની ભરતી ફાળવવામાં આવી હતી તેમજ અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક બાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ ઉમેદવારો માટે આજે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version