Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત સરકારે સવારે જાહેર કરેલી તમામ પરીક્ષા સાંજ સુધીમાં રદ્દ કરી, નવી તારીખો જલ્દી જાહેર થશે : શિક્ષણ મંત્રી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ તેમણે પરીક્ષાની જાહેરાત કરી હતી. પરંતુ, કેન્દ્રીય શિક્ષણ સચિવની જાહેરાત બાદ રાજ્ય સરકારે પોતાનો નિર્ણય રદ કર્યો છે. હવે ફરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે..

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારે જાહેરાત કરી હતી કે જીટીયુ સહિતની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા લેવાશે આ વાતને હજુ તો ચાર કલાક જ વિત્યાં બાદ શિક્ષણ મંત્રીએ ફેરવી તોળ્યું હતું.

પરીક્ષાની જાહેરાત કર્યાના ચાર કલાક બાદ જ ફરી શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ બોલાવવી  પડી એજ બતાવે છે કે રાજ્યના શિક્ષણ વિભાગ અને કેદ્રના શિક્ષણ વિભાગ વચ્ચે તાલમેલનો અભાવ છે. રાજ્ય શિક્ષણ વિભાગના બે બે વખત નિર્ણય લેવાતા કોંગ્રેસે સરકારની આકરી ટીકા કરવાનો મોકો મળ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version