Site icon News Continuous Bureau | Mumbai

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી

Guar Prices Drop વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ૧૨.૩૫ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, એનસીડેક્સ પર ગુવાર કોરમાના નવા વાયદાનો પ્રારંભ

Guar Prices Drop  રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rajasthan Rainfall Accelerates Guar Sowing Guar Gum And Seed Prices Drop રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના કૃષિ વિસ્તારોમાં ચોમાસાના બીજા રાઉન્ડના વરસાદ સાથે ગુવારના વાવેતરમાં તીવ્ર વેગ આવ્યો છે. રાજસ્થાનમાં વરસાદી ખેંચ દૂર થતાં જ વાવેતરનો વ્યાપ વધ્યો છે, જેના કારણે જુલાઈ માસના મધ્યમાં ઉચ્ચ સપાટીએ પહોંચેલા ગુવાર ગમ અને ગુવાર સીડના વાયદા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Guar Prices Drop – વરસાદના બીજા રાઉન્ડથી વાવેતરમાં તેજી અને ભાવમાં સુધારો

જુલાઈના પ્રારંભમાં વરસાદની ખેંચને કારણે રાજસ્થાનમાં ખરીફ વાવેતર વિલંબિત થયું હતું. જોકે, જુલાઈના ત્રીજા સપ્તાહમાં બીજો રાઉન્ડ શરૂ થતાં જ બિકાનેર અને ગંગાનગર બેલ્ટમાં ગુવારનું વાવેતર ઝડપથી વધ્યું છે. ૨૦ જુલાઈ સુધીમાં રાજ્યમાં ૧૨.૩૫ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જે સરકારી લક્ષ્યાંકના ૪૮ ટકા જેટલું છે. વાવેતર વધતાં જ ગુવાર ગમનો વાયદો ₹૧૨,૮૦૦ થી ઘટીને ₹૧૧,૫૩૬ અને ગુવાર સીડનો ભાવ ₹૬,૪૫૭ થી ઘટીને ₹૬,૦૩૨ ની સપાટીએ આવી ગયો હતો.

Guar Prices Drop – વૈશ્વિક ઉત્પાદનમાં ભારત અને રાજસ્થાનનું વર્ચસ્વ

વિશ્વમાં ગુવાર સીડના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૭૦ ટકાથી વધુ છે, જેમાં એકલું રાજસ્થાન ૭૦ ટકાથી વધુ યોગદાન આપે છે. રાજસ્થાનનો ૫૦ ટકાથી વધુ કૃષિ વિસ્તાર વરસાદ પર નિર્ભર હોવાથી પાકની ઉપજ ચોમાસા પર આધારિત રહે છે. વેપારીઓના મતે, આ વર્ષે મોડા વરસાદને કારણે ગુવારનું કુલ વાવેતર ક્ષેત્રફળ ગત વર્ષની સરખામણીએ ૫ થી ૧૦ ટકા જેટલું ઘટી શકે છે.

Guar Prices Drop – એનસીડેક્સ પર ગુવાર કોરમા વાયદાનો પ્રારંભ અને નિકાસ વેપાર

નેશનલ કોમોડિટી એન્ડ ડેરેવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) પર તાજેતરમાં જ ગુવાર કોરમાનો નવો વાયદો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે ક્વિન્ટલ દીઠ ₹૪,૩૫૦ ની રેન્જમાં સોદા થયા હતા. ગુવાર કોરમામાં ૫૦ ટકા પ્રોટીન હોવાથી નોર્વે, નેધરલેન્ડ, જર્મની, ચીન અને યુકેમાં પશુઆહાર તરીકે તેની નિકાસ થાય છે. નવા વાયદાથી ગુવાર કોમ્પ્લેક્સના કારોબારીઓને હેજિંગની શ્રેષ્ઠ તક મળશે.

👉 આ સમાચાર વાચો:
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!

Badlapur Rural Police Arrest Gang Members અંબરનાથ, બદલાપુર અને વાંગણી પંથકમાં દહેશત મચાવતી કુખ્યાત ગેંગના ૫ સાગરીતો બદલાપુર ગ્રામીણ પોલીસના સકંજામાં
Vashi APMC Dry Fruit Price Hike વાશી APMC માર્કેટમાં દિવાળી ટાણે ડ્રાયફ્રૂટ્સના ભાવ ભડકે બળ્યા બદામપિસ્તામાં કિલોએ ₹૬૦૦ સુધીનો તોતિંગ ઉછાળો
Banaskantha Women Modi Poster Welcome પીએમ મોદીના બનાસકાંઠા પ્રવાસ પૂર્વે જબરદસ્ત જનમેદની હાથમાં ‘મોદી કહીં નહીં જાયેગા’ના પ્લેકાર્ડ ..
Cyclone Arnab Weather Warning ‘અર્નબ’ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, મુંબઈકોંકણ અને વિદર્ભમાં એલર્ટ
Exit mobile version