ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરાઈ. નવી ઔદ્યોગિક નીતિમાં રાજ્યમાં નવા ઉદ્યોગો માટે જમીન, ઉદ્યોગોને સબસિડી તથા મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને અનુલક્ષીને કેટલીક જાહેરાતો કરાઈ છે. આ નીતિનો ઉદ્દેશ ગુજરાતના ઉદ્યોગોને ફરીથી ઊર્જાવાન બનાવવાનો છે. આ નીતિ વિશે મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું હતું કે "ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત આવનારા સમયમાં રાજ્યમાં વધુ નોકરીઓનું નિર્માણ, ઉત્પાદનવૃદ્ધિ અને ઉદ્યોગો માટે અનુસંધાનપ્રેરિત ઇકૉસિસ્ટમનું નિર્માણ જેવા મુદ્દા કેન્દ્રમાં હશે, જેથી 'આત્મનિર્ભર ગુજરાત' બનાવવાનો હેતુ પાર પાડી શકાય. જ્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા અનલોકમાં આપેલી છૂટછાટને લઇને હવે તમામ શ્રમિકો પરત ફરી રહ્યા છે. અને જો કોઈ આ ગાઈડલાઈનનો ભંગ કરશે તો તેની સામે 10 હજારથી 5 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાતની મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન
• મનપા દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનનું નોકરીદાતાએ ચુસ્ત પાલન કરવું પડશે.
• ગાઈડલાઈનના ભંગ બદલ 10 હજારથી 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
• અનલોકમાં વતનથી પરત ફરી રહેલા કારીગરો કોવિડના-19 તપાસનો ખર્ચ નોકરીદાતાનો રહેશે.
• ટેસ્ટ બાદ કોઈપણ કર્મચારીમાં લક્ષણ દેખાશે તો તેમને કોરન્ટાઈન કરીને હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવાનું રહેશે.
• બહારથી કામ માટે આવેલા લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
• કામગીરી માટે આવતા તમામ કામદારોને એન્ટીબોડી ટેસ્ટ કરાવાનો રહેશે, જેનો ખર્ચ નોકરી આપનારે ભોગવવાનો રહેશે
• સંસ્થાના નોટીસ બોર્ડ પર કોરોના અટકાવવા માટેની તકેદારીઓ નોંધ અને હેલ્પલાઈન લખલાના રહેશે.
• સંસ્થાએ માસ્ક, સેનિટાઈઝર અને સોસિયલ ડિસ્ટન્સ જળવા તેનું ધ્યાન રાખવું પડશે.
• સંસ્થામાં આકસ્મિક ચકાસણી કરાશે અને કોઈપણ નિયમોનો ભંગ થતો દેખાશે તો સંસ્થાને દંડ ફટકારવામાં આવશે.
• જિલ્લા મેજીસ્ટ્રેટ આ પ્રકારની કામગીરી માટે નોડલ ઓફીસરની નિમણૂક કરશે.