News Continuous Bureau | Mumbai
Farmers : રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં ( Kharif season) વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી, જેથી છેતરપિંડીથી બચી શકાય એમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુમાં, અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, બિયારણની ખરીદી ( seed purchase ) સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ.
ખેડૂતોએ બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને પજી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અસરકારક માધ્યમ બની રહ્યો છે Turnout Implementation Plan ( TIP )
વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે, એમ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), અમદાવાદની ( Ahmedabad ) અખબારી યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
