ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પાસે ઊભા રહીને મોહમ્મદ ગઝનીનાં વખાણ કરતા એક સંદિગ્ધ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયો બનાવનાર શખ્સની હરિયાણાના પાણીપત નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
આ યુવાનનું નામ ઈર્ષાદ રસીદ હોવાનું તેમજ તેની જમાતે આદિલા હિન્દ નામથી યુટ્યુબ ચેનલ હોવાનો ખુલાસો થયો છે.
