Site icon

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં. પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની સપાટી 16.25 ફૂટે પહોંચી..

Narmada Water : Irrigation water for Kharif crops to be provided a month earlier in Narmada Command area

Narmada Water : Irrigation water for Kharif crops to be provided a month earlier in Narmada Command area

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020 

આજે ગુજરાતભરમાં  સવારથી લગાતાર ભારે વરસાદ ચાલુ છે . જેને કારણે સરદાર  સરોવર બંધના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ માં છોડવામાં આવ્યું છે. આ પાણી સરદાર સરોવરમાં આવતા બંધની જળ સપાટી વધતા, તંત્ર દ્વારા  23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 3 મીટર સુધીના ગેટ ખોલી, જેમાંથી 3 લાખ 65 હજાર  ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે. ત્યારે ઉપરવાસમાંથી હજુ પાણી વિપુલ માત્રામાં આવી રહ્યું છે. 

નર્મદા નિગમે સાંજે 5 વાગે 5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત કરી હોવાથી તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારા ના 28 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની સપાટી 3 કલાકે 16.25 ફૂટે પહોંચી હતી. ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ એવી શક્યતા નકારી શકાય નહીં. સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમને એલર્ટ કરવામાં આવી છે.

બીજીબાજુ તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 40 પગથીયા પાણીમાં ગરકાવ થયાં છે. તો બે કાંઠે વહેતી નર્મદાનો નયનરમ્ય નજારો જેવા લોકોની ભીડ ઉમટી પડી. નર્મદા ડેમમાંથી હજુ વધુ પાણી છોડાય તેવી શક્યતા છે. વધતી જળ સપાટીને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવરનાં 30 રેડિઅડ દરવાજા છે જેનું વજન 450 ટન્સ છે. 

રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આજથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. દાદરાનગર હવેલી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સુરત, અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ,વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રીય થઈ છે. આઆથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version