Site icon News Continuous Bureau | Mumbai

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો

ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું; મુસ્લિમ ધારાસભ્યોનો શરીયત અને કુરાનમાં દખલગીરીનો આક્ષેપ, કોંગ્રેસે બિલને ‘બંધારણ વિરોધી’ ગણાવ્યું.

Gujarat Assembly Passes Uniform Civil Code (UCC) Bill 2026 Mandatory Registration for Live-In Relationships and 7-Year Jail for Fraudulent Marriages

Gujarat Assembly Passes Uniform Civil Code (UCC) Bill 2026 Mandatory Registration for Live-In Relationships and 7-Year Jail for Fraudulent Marriages

News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026’ રજૂ કર્યું હતું, જેને ધ્વનિ મતોથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય ધર્મથી પર રહીને લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઈન રિલેશનશિપ માટે એક સમાન કાયદાકીય માળખું અમલમાં લાવવાનો છે. આ કાયદો રાજ્યની સીમા બહાર રહેતા ગુજરાતના નાગરિકોને પણ લાગુ પડશે.

Join Our WhatsApp Channel

લગ્ન અને લિવ-ઈન માટે કડક નિયમો

નવા કાયદામાં લગ્ન અને લિવ-ઈન રિલેશનશિપને લઈને મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે:
ફરજિયાત રજિસ્ટ્રેશન: લગ્નના 60 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો તેમ નહીં કરવામાં આવે તો 10,000 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે.
લિવ-ઈન રિલેશનશિપ: હવે લિવ-ઈનમાં રહેતા યુગલો માટે પણ રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. સીએમ પટેલે સ્પષ્ટ કર્યું કે આનો હેતુ આઝાદી છીનવવાનો નહીં પણ દીકરીઓને કાયદાકીય સુરક્ષા આપવાનો છે.
છેતરપિંડી પર જેલ: જો લગ્ન જોર-જબરદસ્તી, દબાણ કે છેતરપિંડીથી કરવામાં આવ્યા હશે, તો દોષિતને ૭ વર્ષની જેલ ની સજા થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ

બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને ઉત્તરાધિકાર

UCC બિલમાં બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મિલકતમાં પુત્રો અને પુત્રીઓને સમાન હક આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે, આ બિલમાં અનુસૂચિત જનજાતિ (ST) ના લોકો અને જેમના પરંપરાગત અધિકારો બંધારણ હેઠળ સુરક્ષિત છે, તેમને બાકાત રાખવામાં આવ્યા છે.

વિપક્ષનો વિરોધ અને મુસ્લિમ ધારાસભ્યોની આપત્તિ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બિલનો સખત વિરોધ કર્યો છે:
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા: તેમણે કહ્યું કે આ બિલ શરીયત અને કુરાનમાં દખલગીરી છે. નિકાહ અને ઉત્તરાધિકારના મામલા અલ્લાહના આદેશ છે અને અમે તેનું પાલન કરવા બંધાયેલા છીએ. અમે આની સામે કોર્ટમાં જઈશું.
ધારાસભ્ય શૈલેષ પરમાર: તેમણે આક્ષેપ કર્યો કે 2027 ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ બિલ લાવવામાં આવ્યું છે.
અમિત ચાવડા: તેમણે આ બિલને બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

 

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version