Site icon

 ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ, એક દિવસમાં 900થી વધુ કેસ આવ્યા સામે, આ શહેર બન્યું કોરોનાનું ફરી હોટસ્પોટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર 

દેશભર સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 968 કેસ નોંધાયા અને  કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 9,33,769 થઇ ગયા છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,120 છે. બીજી તરફ 141  દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ 4753 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના નિશાન પર રહેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાય, ન મળ્યું એક્સટેન્શન; હવે આ વિભાગમાં કરશે કામ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209,  વડોદરા   કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36,  આણંદ 29,  વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17,  ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version