Site icon

ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, ગુજરાતી મીડીયમનું 57 ટકા અને ઇંગ્લીશ મીડીયમનું 86 ટકા પરિણામ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

 9 જુન 2020 

આજે ગુજરાત શિક્ષણ બોર્ડ નું દસમા ધોરણનું પરિણામ જાહેર થયું . જે મુજબ રેગ્યુલર માં પ્રથમવાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ નું પરિણામ 60.64  ટકા આવ્યું છે. જે ગયા વર્ષ કરતાં છ ટકા ઓછુ છે. જ્યારે દસમા ધોરણમાં રીપીટ થનારા અને ખાનગી વિદ્યાર્થીઓનું એકંદર પરિણામ 50 ટકા થી ઓછું છે. સૌથી ખરાબ પરિણામ આ વર્ષે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ નું રહ્યું છે. આમાં ગુજરાતમાંથી માત્ર 1,671 વિદ્યાર્થીઓને જ એ વન ગ્રેડ મળ્યો છે.

જોકે સુરત જિલ્લામાં આ વર્ષે 94.78 ટકા સાથે સૌથી સારું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે દાહોદ જીલ્લાનું રીઝલ્ટ 14.9 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો બન્યો છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં ઢ જણાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત માં જ નાપાસ થયાનું નોંધાયું છે.

 ભાષાની દૃષ્ટિએ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષા નું પરિણામ શરમજનક આવ્યું છે. કૂલ 691693  વિદ્યાર્થીઓ જ ગુજરાતી માં પાસ થયા છે જેમાંથી પણ માત્ર 1239 વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં એ વન ગ્રેડ મળ્યો છે…

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version