News Continuous Bureau | Mumbai
ધીમા પગે વધતો કોરોના હવે સામાન્યથી લઈ નેતાઓ, સામાજીક અગ્રણીઓને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ હવે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે.
કેબિનેટ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
તેમણે કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.
આ સમાચાર પણ વાંચો : આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાગ્રસ્ત- મોદી સરકારમાં ચિંતાનો માહોલ
