News Continuous Bureau | Mumbai

ISO Certification: ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન,ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું.

ISO Certification: ૨૦૦૯થી સતત ISO પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પ્રાપ્ત થયું. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૯માં ક્વોલિટી મેનેજમેન્ટના ISO બેન્‍ચમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા

News Continuous Bureau | Mumbai

ISO Certification: ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશન ( ISO 9001:2015 certification ) આપવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ( Gujarat Chief Minister Office ) ૨૦૦૯માં ISO બેન્‍ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.

રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું.

Gujarat Chief Minister's Office awarded ISO 90012015 certification.

Gujarat Chief Minister’s Office awarded ISO 90012015 certification.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ( Gujarat CM )  કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘સ્વાગત’ કાર્યક્રમ તથા ISO ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે.

આ સમાચાર પણ વાંચો:  Barbados Storm: ટીમ ઇન્ડિયા માટે વધી મુશ્કેલીઓ, બાર્બાડોસમાં બેરીલ વાવાઝોડાએ મચાવી તબાહી..ક્યારે પરત ફરી શકશે ખેલાડીઓ? જાણો વિગતે…

આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળા માટેની  છઠ્ઠી સાયકલ માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર શ્રી ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Gujarat Chief Minister’s Office awarded ISO 90012015 certification.

આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મુખ્યમંત્રી કાર્યાલયને સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તેમજ સમયબદ્ધતા દ્વારા આમ જનતાની અપેક્ષાની પૂર્તિને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રાખશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) દર્શાવ્યો હતો. 

રાજ્યના વહીવટી પ્રશાસન અંગેના વડાપ્રધાનશ્રીના ચિંતન તેમજ ઉત્તમ જનસેવાના સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન CMOને મળ્યું છે તે માટે ટીમ CMOને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Manoj Jarange Audio Clip Controversy મનોજ જરાંગેના ₹૫૦૦ કરોડના ‘ઓડિયો બોમ્બ’થી મહાયુતિમાં ભડકો રામદાસ કદમના આરોપો સામે ભાજપનો આકરો પલટવાર!
Maharashtra ATS Arrests Jaish Suspect રેપિડો રાઇડર બની આતંકીઓ માટે કરતો જાસૂસી મહારાષ્ટ્ર ATS એ જૈશ સાથે સંકળાયેલા શંકાસ્પદને આ રીતે દબોચ્યો!
Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Exit mobile version