Site icon

ગુજરાત ના મુખ્યમંત્રી ની દુબઈ વિઝીટ નું પરિણામ. ગુજરાતમાં લોજિસ્ટિ્‌ક પાર્ક સ્થાપવા દુબઈના શરાફ ગ્રુપ સાથે કરાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

મુખ્યમંત્રીએ હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સે અબુધાબીમાં બીએપીસ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવા માટે જમીન દાનમાં આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પહેલ ભારત-યુ.એ.ઇ.ના મજબૂત સંબંધ અને મિત્રતાનું આગવું ઉદાહરણ છે.મુખ્યમંત્રીએ આ રોડ-શૉ માં ઉપસ્થિત રહેલા દુબઇના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨માં જાેડાવાનું આમંત્રણ આપ્યું હતું તેમજ સૌને ગુજરાત સરકારના પૂરતા સહયોગની ખાતરી પણ આપી હતી. ધોલેરા જીૈંઇ, ગિફ્ટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સના વિકાસ પર ગુજરાતે ભાર મૂક્યો છે. પટેલે આ ત્રણેય પ્રોજેક્ટ્‌સની વિસ્તૃત છણાવટ કરી આવા ફયુચરિસ્ટિક પ્રોજેકટ્‌સના પાયામાં ગુજરાતને વર્લ્‌ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલા છે તેમ ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે વિકાસના રોલ મોડેલ સ્ટેટ તરીકે મેળવેલી આ પ્રતિષ્ઠાની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા યુ.એ.ઇ ના ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું.વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૨માં મુડી રોકાણ લાવવા માટે મુખ્યમંત્રી હાલ દુબઈના પ્રવાસે છે. મુખ્યમંત્રીએ દુબઈના ૧૯ જેટલા ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં ત્યાંના પ્રતિષ્ઠિત શરાફ ગ્રૂપે રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક સ્થાપવા માટે મુખ્યમંત્રી સમક્ષ રસ દાખવ્યો હતો.આ રોડ-શૉ દરમ્યાન મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્‌સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે સ્ર્ંેં કર્યા હતા. ગુજરાત સાથે જે સ્ર્ંેં થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગૃપ, અલ્ફનાર ગૃપ, લુલુ ગૃપ, ટ્રાન્સવર્લ્‌ડ, કોનારેસ ગૃપ, નરોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા ૩૦૦ મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના સ્ર્ંેં થયા હતા. ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે. તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા જીૈંઇમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્‌ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ સ્ર્ંેં મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના થયા છે.

ડબલ્યુએચઓ ના મતે જેમને કોરોના થઈ ચુક્યો હોય તેમને ઓમિક્રોનનું જાેખમ વધુ
 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version