ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા મોટો રાજકીય વળાંક આવી ગયો છે. મોજુદા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આજે બપોરે બે વાગ્યાની આસપાસ વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના નેતા ભુપેન્દ્ર યાદવ સાથે રાજ ભવન પહોંચ્યા હતા. તેમની સાથે નીતિન પટેલ પણ હાજર હતા. અહીં તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. આવા સમયે ભારતીય જનતા પાર્ટીએ મોટો દાવ ખેલી નાખ્યો છે.
સૌથી મોટા સમાચાર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું.
